સોમવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજકાપનો ઝટકો

81

હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વીજ કંપની દ્વારા રીપેરીંગના બહાના તળે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સોમવારથી ત્રણ દિવસ સુધી વીજકાપ આપવામાં આવનાર છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પીજીવીસીએલ-૧ સિટી દ્વારા વીજ લાઇન ઉપર સમારકામ કરવાનું હોવાથી આગામી તા.૧૮ને સોમવારે આનંદનગર ફીડર હેઠળ આવતા આનંદનગર જુની એલઆઇજીનો ભાગ, દિપક ચોક, બ્લડ બેંક વિસ્તાર, મહિલા કોલેજ આસપાસનો વિસ્તાર, યશવંતરાય નાટ્યગૃહ, બીએમસી ફીલ્ટર તેમજ આજુબાજુના વિસ્તારોમાં સવારે ૬.૩૦ થી ૧૨ વાગ્યા સુધી વીજકાપ રહેશે. જ્યારે તા.૧૯ને મંગળવારે આનંદનગર ફીડરના રાણીબાઇ છાત્રાલય અને આસપાસનો વિસ્તાર તેમજ છાપરૂ હોલ વિસ્તાર, અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર, ગુજરાત ગેસની ઓફીસ, ઘોઘાસર્કલ અને આંબાવાડી વિસ્તાર, સ્વસ્તિક સોસાયટી અને આજુબાજુના વિસ્તારમાં સવારે ૬.૩૦ થી ૧૨ સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત તા.૨૦ને બુધવારે વિકટોરીયા ફીડરના સરદાર પટેલ સોસાયટી, ઇસ્કોન ક્લબ, એસ.ટી., આરટીઓ રોડ, શિવઓમનગર, બૌધ્ધિવૃક્ષ સોસાયટી, ધોબી સોસાયટી, કૈલાસવાટીકા, મેઘદૂત સોસાયટી, ફુલવાડી વિસ્તાર, મેહુલ વુડન, માધવાનંદ આશ્રમ, ઇસ્કોન સૌંદર્ય અને તેની આસપાસના વિસ્તારોમાં સવારે ૬.૩૦ થી ૧૨ સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આમ કાળઝાળ ગરમીના દિવસોમાં વીજ કંપની દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પાંચ-પાંચ કલાકનો વીજકાપ આપતા લોકો ગરમીમાં શેકાશે.

Previous articleઢસા ગામે ૨૮ લાખની લૂંટ, આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
Next articleરણબીર-આલિયાએ શાહરુખના ગીત છૈયાં-છૈયાં પર કર્યો ડાન્સ