GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

116

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪ર૬. સૌથી મોટી ગરોળી (લીઝાર્ડ) કઈ છે ?
– કોમોડો ડ્રેગન
૪ર૭. દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી કયું છે ?
– ચાઈનીઝ જાયન્ટ સલામાન્ડર
૪ર૮. અત્યાર સુધીમાં સૌથી વધુ ઝેરી પ્રાણી કયું નોંધાયેલ છે ?
– કોકાઈ એરો (ઝેરી દેડકો)
૪ર૯. એક કોષીય પ્રાણીને શું કહેવાય છે ?
– પ્રોટોઝુઆ
૪૩૦. પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે ?
– તેની ચામડી દ્વારા શ્વાસ લે છે
૪૩૧. દેડકા અને ટોડનો મુખ્ય તફાવત કયો છે ?
– ટોડને સુકા મસાવાળી ચામડી હોય છે. જયારે દેડકાને સુંવાળી ભેજયુકત ચામડી હોય છે.
૪૩ર. દેડકોએ પાણીમાં રહેતુ પ્રાણી છે, જયારે ડ્રીલીંગ દેડકો કયાં રહે છે ?
– રણપ્રદેશમાં
૪૩૩. ગુજરાત દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા આવેલો છે ?
– જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
૪૩૪. કયા પ્રાણીઓના અંગો તુટી જાય તો નવા ઉગી શકે છે ?
– તારામાછલી, કરચલા, ઓકટોપસ, ગરોળીની પુંછડી
૪૩પ. દરિયાઈ કાચબાની કઈ જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે ?
– ગ્રીટરટલ, ઓલીવ રીડલી ટરટલ અને લેધર બેક ટરટલ
૪૩૬. ઝેરી દેડકાનું ઝેર કયા અંગમાં હોય છે ?
– ચામડીમાં
૪૩૭. દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે ?
– કોકોનેટ ક્રેબ
૪૩૮. ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે ?
– પોમ્રકેટ
૪૩૯. બ્લ્યુ વ્હેલનું સરેરાશ વજન કેટલું હોય છે ?
– ૮,૦૦૦ થી ૧ર,૦૦૦ કિ.ગ્રા. (૮૦ થી ૧ર૦ મે. ટન)
૪૪૦. સૌથી ઝડપી ફરતી માછલી કઈ છે ?
– સેઈલ ફીશ
૪૪૧. દુનિયામાં સૌથી વધુ ઝેરી માછલી કઈ છે ?
– જાપાનીઝ પફર માછલી
૪૪ર. બ્લ્યુ વ્હેલને કેટલા દાતં હોય છે ?
– એક પણ નહીં
૪૪૩. બ્લ્યુ વ્હેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે ?
– ૩૦,૦૦૦,૦૦૦ (ત્રીસ લાખ કેલેરી)
૪૪૪. દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી કયું છે ?
– ડોલ્ફીન
૪૪પ. કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે ?
– કેટ ફીશ
૪૪૬. દરિયાઈ સૌથી લાંબી ચપટી માછલી કઈ છે ?
– હેલીબુટ
૪૪૭. કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે ?
– એશિયાની મેઢક માછલી
૪૪૮. તારામાછલી (સ્ટાર ફીશ) કયા ફાયલમ (સમુદાય)માં આવે છે ?
– એક્રીનોડરમેટા – (શુળત્વચી)
૪૪૯. માછલી કઈ રીતે શ્વાસ લે છે ?
– ગીલ્સ -ચુઈ દ્વારા
૪પ૦. દુનિયાની સૌથી ધીમી ફરતી માછલી કઈ છે ?
– ઈન્ડોપેસેફિક દરિયાઈ ઘોડો
૪પ૧. દુનિયામાં માછલીનો સૌથી ઝેરી વર્ગ કયો છે ?
– સ્ટોન માછલીઓ
૪પર. ટુંકા અંતર માટે સૌથી ઝડપી માછલીનો વર્ગ કયો છે ?
– મારલીન્સ
૪પ૩. સુવર્ણ માછલી મુળ કયાંથી મળી આવેલ છે ?
– ચીન

Previous articleહૈદરાબાદે કોલકાતા સામે સાત વિકેટે વિજય નોંધાવ્યો
Next articleહનુમાનઃ યુવાનોનું આદર્શ ચરિત્ર