નવી દિલ્હી, તા.૧૭
અનુભવી ઓપનર શિખર ધવનને પંજાબ કિંગ્સની કપ્તાની સોંપવામાં આવી છે. મયંક અગ્રવાલની ઈજાને કારણે ધવને રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની આઈપીએલ-૨૦૨૨ની મેચમાં પંજાબ ટીમની કમાન સંભાળી હતી. ધવને ટોસ પછી એ પણ કહ્યું કે મયંક અગ્રવાલ કેમ અને કેટલા સમય સુધી ટીમની બહાર રહેશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ધવને ૨૦૧૪ની સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની કમાન સંભાળી હતી અને ત્યારબાદ પંજાબ કિંગ્સની ટીમ તેની સામે હતી. હવે તે માત્ર વિપરીત છે. તે વર્તમાન સિઝનમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબની ટીમમાં માત્ર એક ફેરફાર થયો હતો અને મયંક અગ્રવાલ ઈજાના કારણે ટીમની બહાર હતો. તેના સ્થાને પ્રભસિમરન સિંહને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યાં જ હૈદરાબાદની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.શિખર ધવને આનું કારણ પણ જણાવ્યું છે. ટોસ હાર્યા બાદ તેણે કહ્યું, ’મયંકને પગના અંગૂઠામાં ઈજા છે. આશા છે કે તે આગામી મેચ સુધીમાં ફિટ થઈ જશે. અમારી ટીમમાં માત્ર એક જ ફેરફાર છે – પ્રભસિમરનને તક આપવામાં આવી છે. અમે સિઝનમાં કોઈ એક ખેલાડી પર ભરોસો રાખ્યા વિના સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. ટીમ તરીકે સારું રમતા રહેવાની જરૂર છે. તેણે આગળ કહ્યું, ’બોલિંગ વધુ સારી હોઈ શકે છે, અમે તેના પર કામ કરી રહ્યા છીએ. ટીમ નવી છે અને અમે સેટલ થવા માટે સમય લઈ રહ્યા છીએ. જો અમે આ પીચ પર સારો સ્કોર કરીશું તો વિરોધી ટીમને દબાણમાં મૂકી શકીશું.’ શિખર ધવને આ ટી-૨૦ લીગમાં ૫૯૮૧ રન બનાવ્યા છે. તેણે ૨ સદી અને ૪૫ અડધી સદી ફટકારી છે.