ઘોઘા તાલુકાના બાડી-પડવા સહિત ૧ર ગામના ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલ આંદોલન સંદર્ભે ખેડુત સંઘર્ષ સમિતિના સભ્યો દ્વારા સરકાર તંત્ર સામે અહિંસક અને શાંતિપુર્ણ રીતે કરવામાં આવી રહેલ વિરોધને રાજકિય ઈશારે પોલીસ તંત્ર કચડી નાખી ન્યાય અને નીતિ મત્તા સાથો સાથ ભારતીય બંધારણનું વારંવાર ઉલ્લંઘન કરી લોક સ્વાતંત્રતાનું હરણ કરવાનો દિન પ્રયાસ કરી રહ્યા હોય જે સંદર્ભે ખેડૂત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.