મામસા ગામે સગ્ગા બાપે સગીર પુત્રીને મોતને ઘાટ ઉતારી

2821

ઘોઘા તાબેના મામસા ગામે રહેતા એક રાક્ષસી પિતા તેની જ સગીર વયની પુત્રીને બેફામ માર મારી મોતને ઘાટ ઉતારતા સગીરાની માતાએ પતિ વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘાના મામસા ગામે રહેતા જગદિશ પોપટ ચુડાસમાંની સગીર વયની પુત્રી શિવાની (ઉ.વ.૧૭)ને ગત તા. ૧ર-પના રોજ ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવેલ જયા ફરજ પરના તબીબે તપાસી સગીરાને મૃત જાહેર કરે આ બનાવમાં મૃતકના પિતાએ વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ હોવાનું જણાવી પોલીસને ગુમરાહ કરી હતી પરંતુ સગીરાના પી.એમ. રીપોર્ટ દરમ્યાન સગીરાના આંતરિક અંગોમાં અસહ્ય મારના કારણે થયેલ બ્લીડીંગના કારણે મોત નિપજયું હોવાનું ફલીત થતા પોલીસે સગીરાના પરિવારની ઘનીષ્ઠ તપાસ હાથ ધરેલ જેમાં મૃતકની માતાએ ઘોઘા પોલીસને એવી કેફીયાત આપી હતી કે ગત તા. ૧રના રોજ સામાન્ય બાબતેત ેની પુત્રીને પતિ જગદિશે પટ્ટા, લાકડી તથા લાત વડે બેફામ માર મારતા બેભાન થઈ જતા સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે મૃતક સગીરાની માતા ભાનુબેનએ પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા નાસી છુટેલ આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

 

Previous articleકર્ણાટકના રાજ્યપાલના વિરોધમાં ધંધુકામાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરાયું
Next articleશહેરમાં સિંહ સર્કલના લોકાર્પણ બાદ બે કલાકમાં સિંહ ગાયબ !