વર્ષ દરમિયાન વિદ્યાર્થિનીઓને જરૂરિયાત મુજબ ટ્રેનીંગ આપવામાં આવશે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ કિરીટભાઈ સોની અને કોલેજના મેને. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ વચ્ચે કોલેજની વિદ્યાર્થીનીઓ માટે પ્લેસમેન્ટ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આજની વર્તમાન શિક્ષણ પદ્ધતિ માત્ર સિલેબસ આધારિત છે. ઉપરાંત આજની યુવા પેઢીનું એકમાત્ર સ્વપ્ન હોય છે કે તે ડીગ્રી મેળવી ઝડપથી રોજગાર પ્રાપ્ત કરે પરંતુ આજના સમયમાં પોતાની ઈચ્છા અનુસાર રોજગાર પ્રાપ્ત કરવો મુશ્કેલ બન્યો છે. નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજનગર વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમો કરે છે. અભ્યાસની સાથે આજના ઝડપી અને આધુનિક યુગ સાથે તાલ મેળવી શકે તેવા કાર્યક્રમોની સાથે વિદ્યાર્થિનીઓનો અભ્યાસ પૂર્ણ થાય એટલે તે રોજગારી ઝડપથી મેળવી શકે તેવા પણ સેમિનારો વર્ષ દરમિયાન કરવામાં આવે છે. આજના સમયમાં ભાવનગર જિલ્લામાં રોજગારીની તકો છે પરંતુ વિવિધ કંપની કે બેન્કિંગ ક્ષેત્ર ને જેવા ઉમેદવારોની જરૂર હોય છે તેવા ઉમેદવારો મળતા નથી. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થિનીઓને જરૂરિયાત મુજબ ટ્રેનીંગ આપવામાં આવશે. શહેર માટે વિવિધ કંપની, બેન્કિંગ, કોર્પોરેટ ક્ષેત્ર અને પોતાના ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલોપર, પી.આર.ઓ. મેનેજમેન્ટ, કંપની મેનેજમેન્ટ, બેન્કિંગ, એકાઉન્ટન્ટ અને ઓફિસ વર્ક માટે પ્લેસમેન્ટ મળી રહે તે માટે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ કિરીટભાઈ સોની અને કોલેજના મેને. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે કોલેજ દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થિનીઓને આ અંગેની ટ્રેનીંગ આપવામાં આવશે અને વિદ્યાર્થિનીઓને પ્લેસમેન્ટ પુરૂ પાડવામાં આવશે.