ધર્મ અને પારિવારિક રીત-રિવાજોના સંસ્કારનો વારસો શાળા પરિસરથી હટાવી વાલીઓને સોંપીએઃ ડૉ નાસીરા શર્મા

70

વર્ષ ૨૦૦૨થી પ્રારંભ થયેલ મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાન માળા અંતર્ગત વિશ્વગ્રામ તથા સમન્વય સંસ્થાના શિક્ષકોને તથા ભાવનગરના પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન કરતા ઈરાન ઈરાકમાં પત્રકારની હેસિયતથી ૧૦૦થી વધુ બાળકોને મુક્ત કરાવનાર નસીરાબહેને જણાવ્યું કે સાંપ્રદાયિક સૌહાર્દ દેશના હિતમાં રહેશે.તા.૧૭ એપ્રિલ રવિવારનાં રોજ જાણીતા સમાજસેવી સંજય ભાવસાર, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ યુનિવર્સીટીના મેનેજીંગ ટ્રસ્ટી અરુણભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ વક્તવ્ય પ્રસંગે શિશુવિહારના મંત્રી ડૉ. નાનકભાઈ ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરતા જણાવાયું કે શિશુવિહાર વિસ્તાર સાંપ્રદાયિક સૌહાર્દની વિચારણા માટેનો શ્રેષ્ઠ પરિસર છે .જે ભાવનગર માટે પ્રેરણાદાયી બની રહેશે. આ પ્રસંગે લોકભારતી ગ્રામવિદ્યાપીઠને રાષ્ટ્રીય સ્તરે મૂકનાર અરુણભાઈ દવેનું મોમેન્ટો, ખેસ, પુસ્તક સંપુટથી વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.વિશ્વ ગ્રામથી સમગ્ર રાષ્ટ્રમાં સૌહાર્દની કાળજી લેતા સંજયે કાર્યક્રમ ભૂમિકા આપી હતી. હનુમાનજ્યંતીએ ચિત્રકૂટધામમાં સદ્દભાવના એવોર્ડથી સન્માનિત નાસીરાબહેન દ્વારા પત્રકારત્વના અનુભવે ગાંધીવાદી વિચારના નાતે “ભારતીય સંસ્કૃતિ અને સમન્વયની સૌરભ વિષયે પોતાના વિશ્વ પ્રવાસ અને પત્રકારત્વ સૂક્ષ્મ અવલોકનથી મૂલવતા જણાવ્યું કે શોર્ય, ધર્મ,યજ્ઞ સ્વાધીનતા જેવા આચારો ભલે આગળ કરાતા હોય પરંતુ જમીની હકીકતે આવા વિચારો લોકશાહી માળખામાં વર્ણ, વર્ગ , જ્ઞાતિભેદ ને પોષણ આપનાર બને છે, સરવાળે ગરીબ માણસને પીડા આપે છે.

Previous articleબોટાદ પોલીસને મળી મોટી સફળતા, ઢસા ગામે થયેલ આંગડિયા લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
Next article૧૫ લાખથી વધુની વસ્તી ધરાવતા ભાવનગર જિલ્લામાં તાલુકા મથકોએRTOકચેરીની તાતી જરૂરિયાત