લાયસન્સ આર.સી બુક સહિતના કામો માટે ગ્રામ્ય વિસ્તારના અરજદારો બેથી વધુ ધક્કા થાય છે
ભાવનગર શહેર-જિલ્લા એક માત્ર આરટીઓ કચેરીને પગલે વાહન ધારકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ભાવનગર સિવાયનાં અન્ય મહાનગરોમાં એક થી વધુ આરટીઓ કચેરી – અગર બ્રાન્ચ વર્ષોથી કાર્યરત છે પરંતુ ભાવનગર માં લાંબા સમયથી તાલુકા મથકોએ આરટીઓ કચેરીની બ્રાન્ચો ખોલવાની માગ સરકાર પાસે પડચર હોવા છતાં આ મુદ્દે સરકાર દ્વારા કોઈ જ લક્ષ આપવામાં આવ્યું નથી.રાજ્યના મહાનગર અમદાવાદ શહેરમાં આરટીઓ ની એક થી વધુ આરટીઓ ની પેટા બ્રાન્ચ કાર્યરત છે ઉપરાંત તાલુકા મથકોએ પણ કચેરીઓ આવેલી છે એજ રીતે વડોદરા સુરત અને રાજકોટ જેવાં શહેરમાં પણ આરટીઓ ની મુખ્ય કચેરી સાથોસાથ અન્ય બ્રાન્ચ પણ કાર્યરત છે ભાવનગર જિલ્લા નો વસ્તીદર ૧૬ લાખ થી પણ વધુ છે અને લાખો વાહનો આરટીઓ ના ચોપડે રજીસ્ટર્ડ છે પરંતુ ભાવનગર જિલ્લાના ગામડાઓમાં થી વાહનોના દસ્તાવેજી કામ સબબ ફરજીયાત પણે ભાવનગર શહેરમાં આવેલી મુખ્ય કચેરીએ ફરજિયાત આવવું પડે એ સિવાય કોઈ કામ થઈ શક્તું નથી આજે સરકાર સરકારી કચેરીઓમાં તથા અરજદારો માટે પેપરલેસ અને ઓનલાઈન કામગીરી ની હિમાયત કરે છે પરંતુ ભાવનગર આરટીઓ કચેરી આઝાદી કાળથી આજ દિન સુધી માં કોઈ ખાસ અપગ્રેડ થઈ નથી આથી ગામડાઓમાં તથા તાલુકામાં રહેતા અને વાહન ધરાવતા વાહન ધારકો આરટીઓ ને લગતા કામ માટે અત્રે એક થી વધુ ધક્કા ખાય ત્યારે જ કામ થાય છે ભાવનગર ની અનેક સંસ્થાઓ દ્વારા સરકાર પાસે વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી વધુ વસ્તીદર ધરાવતા તાલુકાઓમાં આરટીઓ ની પેટા બ્રાન્ચ ખોલવા માંગ કરી હતી પરંતુ સરકારે આ મુદ્દે આજદિન સુધી દુર્લક્ષ સેવ્યું છે…!
RTO માં ‘એજન્ટ રાજ’ આજે પણ અકબંધ…!
સરકારે બે વર્ષ પહેલાં રાજ્ય ભરમાં આવેલી આરટીઓ કચેરીમાં વર્ષોથી ભ્રષ્ટાચાર ના રાફડા રૂપી એજન્ટ પ્રથાને નાબુદ કરવા જૂંબેશ હાથ ધરી હતી જેમાં રાજ્ય આવેલી મોટાભાગની કચેરીઓમાથી એજન્ટ પ્રથા કાયમી ધોરણે દૂર થઈ આ જુંબેશ અંતર્ગત ભાવનગર આરટીઓ કચેરી માથી પણ એજન્ટોની બદ્દી થોડા સમય માટે દૂર થઈ પરંતુ આરટીઓ માં ફરજ રત સરકારી કર્મચારી ઓને પગાર સાથે મલાઈ ની લત લાગી ગઈ હોય આથી થોડા જ સમયમાં ભાવનગર આરટીઓ કચેરીમાં એજન્ટ રાજ અકબંધ થઈ ગયું છે આજે ગામડામાં થી આવતા અરજદારો ના કોઈ જ કામ એજન્ટ કે નૈવેદ્ય વિના થતાં નથી…!!
તાલુકા મથકોએ બ્રાન્ચ ખુલ્યે ભ્રષ્ટાચાર અંકુશ માં આવવા સાથે અરજદારો ના કામ સરળ બનશે
ભાવનગર જિલ્લાના તળાજા મહુવા અને પાલીતાણા તાલુકામાં આરટીઓ ની પેટા કચેરી શરૂ કરવાથી આ તમામ તાલુકાઓના ગામડાઓના અરજદારો ને ભાવનગર સુધી ધક્કા ખાવાના બંધ થશે અરજદારો ના કામ ઝડપથી થશે જેને પગલે ભાવનગર મુખ્ય કચેરીએ કામનું ભારણ ઘટશે અરજદારો ને સરળતા રહેશે તેમજ એજન્ટ પ્રથા પર મહદઅંશે લગામ કસી શકાશે.