ખેલ મહાકુંભ દ્વારા જિલ્લા ખો-ખોની સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલિત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ- ખો-ખોની ટીમે તેમની જિલ્લાની હરીફ ટિમોને પરાજીત કરીને ફાઈનલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યું હતું.