ડેનિસ ઓપનમાં આર. માધવનના પુત્રએ સિલ્વર બાદ ગોલ્ડ જીત્યો

52

નવી દિલ્હી, તા.૧૮
બોલીવુડ અભિનેતા આર માધવનનો પુત્ર વેદાંત માધવને ડેનિશ ઓપન ૨૦૨૨માં રજત પદક જીત્યા બાદ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ અગાઉ વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પોતાને નામે કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે વેંદાંતે ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ ઈવેન્ટમાં મેડલ જીત્યો. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ટ્‌વીટ કરીને ડેનિશ ઓપનમાં સુવર્ણ પદક જીતવા પર વેદાંતને અભિનંદન આપ્યા હતા. આર માધવને પણ ટ્‌વીટ કરીને પુત્રના જીતની ખુશી વ્યક્ત કરી છે. તેઓ પોતાના પુત્રના આ પરાક્રમ પર ગર્વ અનુભવી રહ્યા છે. આર માધવને ટ્‌વીટ કરીને લખ્યું છે- અને આજે પણ જીતનો સિલસિલો ચાલું જ છે. વેદાંત માધવન ડેનમાર્ક ઓપનમાં સુવર્ણ પદક જીત્યો. પ્રદીપ સર (કોચ) સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા, તમારા સૌના નિંરતર આશીર્વાદ માટે આભાર. આર માધવને પોતાના પુત્રની તસવીર પણ શેર કરી છે જેમાં તેમને મેડલ પ્રદાન કરવામાં આવ્યો છે અને તે પોતાના સહ પ્રતિભાગીઓ સાથે નજર આવી રહ્યો છે. પોતાના ટ્‌વીટર હેન્ડલ પર પુત્રની તસવીર શેર કરતા લખ્યું કે, અભિનંદન. આ ભારત માટે ગોલ્ડ છે. આર માધવનની પોસ્ટ પર યુઝર્સ વેદાંત માધવનને ગોલ્ડ જીતવા બદલ અભિનંદન આપી રહ્યા છે. જેવા પિતા તેવો પુત્ર. અમને બધાને તમારા પર ગર્વ છે વીરા રાઘવન. એક બીજા યુઝરે માધવનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે, અભિનંદન વેદાંત.. ઓલિમ્પિક માટે શુભેચ્છાઓ.. સખત મહેનત હંમેશા ફળ આપે છે… અને ખુશી છે કે, તમે તમારી છાપ બનાવી રહ્યા છો. બીજી તરફ આર માધવનની પોસ્ટ પર કોમેન્ટ કરીને તમામ સેલેબ્સ પણ વેદાંતને જીત માટે અભિનંદન આપ્યા અને ખુશી વ્યક્ત કરી છે.

Previous articleKGF 2 જોઈને ઘેલી બની ગઈ અભિનેત્રી શહેનાઝ ગિલ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે