ભાવનગરમાં નેશનલ બાસ્કેટબોલ લીગ ટુર્નામેન્ટનું યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ૯૩ ટીમોએ ભાગ લીધો હતો.ત્રણ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટનું સમાપન થયું હતું. આ સ્પર્ધામાં પ્રથમ આવનાર ટીમ નેશનલ ફાઇનલમાં પ્રતિનિધિત્વ કરશે. ટુર્નામેન્ટને સફળ બનાવવા શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ભાવનગરની ટીમે જહેમત ઉઠાવી હતી.