ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝઃ કોર્પોરેશનમાં ઓફલાઇન કરતા ઓનલાઈન વેરો ચુકવનારની સંખ્યા દોઢી

66

૩૦,૮૦૦ કરદાતાઓએ ૧૪.૪૫ કરોડ ઓનલાઈન પેમેન્ટ કર્યું, ઓફલાઇન પેમેન્ટ કરનાર ૧૮,૧૯૦ કરદાતાએ ૭.૭૦ કરોડ ચૂકવ્યા
ભાવનગર મહાપાલિકા દ્વારા ૧ એપ્રિલથી ઘરવેરામાં ૧૦% રિબેટ અને ઓનલાઈન પેમેન્ટ કરે તેને ૨% વધુ વળતરની સ્કીમ અમલી છે જેનો કરદાતાઓ બહોળો લાભ લઇ રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રિબેટ દરમિયાન આવકનો આંક ઊંચો છે, સાથે ઓનલાઈન પેમેન્ટ કરનાર કરદાતાની સંખ્યા ઓફલાઇન કરતા વધી ગઈ છે. ગત ૨ એપ્રિલથી કોર્પોરેશન ૧૦ ટકા અને ઓનલાઈન પેમેન્ટના બીજા બે ટકા મળી ૧૨ ટકા રિબેટ અપાય રહ્યું છે, આ સામે કરદાતાઓએ મનપાની તિજોરી છલકાવી દીધી છે. કોર્પોરેશનમાં રજા સહિતના દિવસોમાં ૧૭ એપ્રિલ સુધીમાં ૪૮,૯૦૦ કરદાતાઓએ રિબેટ યોજનનાનો લાભ લેતા મ્યુ. તિજોરીમાં રૂ. ૧૬.૦૫ કરોડ જમા થયા છે. રિબેટનો લાભ લેનાર ૪૮,૯૦૦ કરદાતા પૈકી ૩૦,૮૦૦ કરદાતાએ ઓનલાઈન પેમેન્ટ કરી ૧૪.૪૫ કરોડ ભરી ૧૨% રિબેટનો લાભ લીધો હતો. જયારે કોર્પોરેશનની બારીઓ, બેંક વિગેરે મારફત ઓફલાઇન વેરો ભરનાર કરદાતાની સંખ્યા ૧૮,૧૦૦ છે. જેમાં ૭.૭૦ કરોડ રૂપિયા મ્યુ.તિજોરીમાં જમા થયા છે. જયારે ૧૭મી સુધીમાં કુલ ૧.૬૦ કરોડનું રિબેટ ચૂકવાયું છે. આમ, ઓફલાઇન પેમેન્ટ કરતા ઓનલાઈન પેમેન્ટ કરનાર કરદાતાઓની સંખ્યા વધી છે, જેના કચેરી રૂબરૂ ધક્કો, લાઈનમાં ઉભા રહેવું, સમય બગાડવો વિગેરેમાંથી રાહત મેળવી કરદાતાઓ આંગળીના ટેરવે ઘરબેઠા પેમેન્ટ કરવા સાથે બે ટકા વધુ રિબેટનો લાભ મેળવી રહ્યા છે. કોરોના બાદ કરદાતાઓમાં આ પરિવર્તન વધુ જોવા મળી રહ્યું છે.

Previous articleઇલે. મોટર મૂકી પાણી ખેંચતા તત્વો સામે કોર્પો. ઘૂંટણીયે
Next articleજીએસટી કૌભાંડમાં હસન ક્લીવાલાના ૨૧મી સુધી કસ્ટોડીયલ ઇંટ્રોગેશન મંજુર