સમગ્ર રાજ્યભરની સાથોસાથ ભાવનગરમા તા.૧૮ને સોમવારે હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ભાવનગર શહેરની મોટા ભાગની સરકારી ઈમારતો જેમાં કલેક્ટર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, આયુર્વેદ કોલેજ, ગંગાજળીયા તળાવ,
ગંગાદેરી, તખ્તેશ્વર સહિતને આકર્ષક રોશનીથી ઝળહળાટ કરવામાં આવ્યો હતો. જોકે આ તમામ હેરીટેજની કેટેગરીમાં આવતા સ્થાપત્યોની જાળવણી પણ જરૂરી છે.