કોરોનાએ વેલનેસના જીવનમાં મહત્વનો અનુભવ કરાવ્યો : મોદી

47

મોદીએ જામનગરની મુલાકાત દરમિયાન જામસાહેબ શત્રુશલ્યસિંહજી અને મુકેશ અંબાણી તથા આકાશ અંબાણીની પણ મુલાકાત કરી
જામનગર,તા.૧૯
બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનુ ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચ્યા હતા. તેઓ અહીં વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં વડાપ્રધાને જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ભૂમિપૂજન કર્યું છે.
પીએમ મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ જામનગર પહોંચ્યા છે. વડાપ્રધાન જામનગરમાં ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (જીસીટીએમ)નો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જીસીટીએમ એ વિશ્વભરમાં પરંપરાગત દવા માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. તે વૈશ્વિક સ્તરે આરોગ્યના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે ઉભરી આવશે. ડબલ્યુએચઓએ ટ્રેડિશનલ મેડીસીન બાબતે ભારત સાથે ભાગીદારી કરી છે. આવનારા ૨૫ વર્ષ માટે આ શિલાન્યાસ ટ્રેડિશનલ મેડીસીન યુગનો પ્રારંભ કરી રહ્યો છે. ગ્લોબલ સેન્ટરની સ્થાપના જામનગરમાં થઈ રહી છે. જામનગરમાં જ પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના થઇ હતી. જામનગરની ઓળખને વૈશ્વિક સ્તરની ઉંચાઈ મળશે. વેલનેશનું જીવનમાં શુ મહત્વ છે તે કોવિડ પેંડેમીકમાં અનુભવ કર્યો. જેટલી પ્રતિષ્ઠા ચાર વેદની છે એટલી જ પ્રતિષ્ઠા આયુર્વેદની પણ છે. વડવાઓ કહેતા હતા કે કઈ ઋતુમાં શુ ખાવું. નેશનલ ન્યુટ્રિશયન મિશન શરૂ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસના વડાપ્રધાન અને ડબલ્યુએચઓના વડાએ સમય ફાળવ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો નોંધનીય છે કે, અંબાણી પરિવાર પણ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે. મુકેશ અંબાણી અને આકાશ અંબાણી પીએમ મોદીને મળવા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. આજે મુકેશ અંબાણીનો જન્મદિવસ હોઈ આ મુલાકાત ખાસ રહી હતી, પીએમ મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન સીધા જ જામનગરના પાયલોટ બંગલે પહોંચી જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી.

Previous articleબનાસ ડેરી ખેડૂતો અને સ્ત્રીઓને સશક્ત બનાવવાનું હબ બની ગઈ છેઃ વડાપ્રધાન
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪૭ કોરોના કેસ નોંધાયા