નાનકડા બાળકોને રમકડાં અને બાલ-આહારનાં પેકેટોનું વિતરણ સેવાકાર્ય કરાયું

50

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય પખવાડિયાના સેવકાર્યોની પ્રદેશ ભાજપની સૂચના અને ભાવનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા અને શહેર સંગઠનના માર્ગદર્શન અનુસાર, ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૨ અને મંગળવારના રોજ પોષણ દિવસ સેવાકાર્ય કરવામાં આવેલ, જે નિમિત્તે આંગણવાડીના કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યા હતાં, તેમજ નાનકડા બાળકોને રમકડાં અને બાલ આહારના પેકેટોનું વિતરણ કરવામાં આવેલ. ઉક્ત સેવકાર્યમાં ભાવનગર મહાનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા, નિમુબેન બાંભણિયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કોમલબેન માંગુકિયા, મહામંત્રી રંજનબેન પરમાર અને શિલ્પાબેન દવે, તેમજ નગરસેવિકા ઉષાબેન બધેકા અને અન્ય નગરસેવિકા બહેનો અને મોરચાના મહિલા કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતાં, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર તેમજ સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

Previous articleભાવનગરના સિહોર ખાતે યોજાયેલાં બ્લોક કક્ષાના આરોગ્ય મેળામાં ૩૪૮ લાભાર્થીઓએ જુદી-જુદી યોજનાના લાભ લીધાં
Next articleનંદકુંવરબા કોલેજમાં ફેશન ડીઝાઈનીંગ ફ્રી વર્કશોપનો પ્રારંભ