કોહલી માનસિક રીતે થાકી ગયો છે તેને ૬ મહિનાનો બ્રેક લેવો જોઈએ : રવી શાસ્ત્રી

64

મુંબઇ,તા.૨૦
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતં કે જો વિરાટ કોહલી આગામી છ-સાત વર્ષ દેશ માટે રમવા માગતો હોય તો તેણે આરામ કરવો જોઈએ. શાસ્ત્રીના કહેવા પ્રમાણે, વિરાટ કોહલીએ માનસિક થાક દૂર કરવા માટે થોડો સમય ક્રિકેટમાંથી બ્રેક લેવો જોઈએ અને પછી મેદાનમાં પરત ફરવું જોઈએ. કોહલી લાંબા સમયથી કોઈપણ મેચમાં મોટી ઈનિંગ રમી શક્યો નથી. આની અસર ભારતના પ્રદર્શન પર પણ પડી છે અને ૨૦૨૧ ટી ૨૦ વર્લ્‌ડ કપ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વનડે અને ટી ૨૦ સિરીઝ પણ હારી ગઈ છે. શાસ્ત્રીના મતે કોહલી માનસિક રીતે થાકી ગયો છે, તેથી જ તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા.આઇપીએસની વર્તમાન સીઝનમાં વિરાટ સાત ઇનિંગ્સમાં માત્ર બે વખત ૪૦થી વધુ રન બનાવી શક્યો છે. જો તમામ ફોર્મેટને એકસાથે લેવામાં આવે તો છેલ્લી ૧૦૦ ઇનિંગ્સમાં તેણે એકપણ સદી નથી ફટકારી. આ દરમિયાન તેણે ભારતની ટી ૨૦ અને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી, જ્યારે તેને વનડેની કેપ્ટનશિપથી હટાવી દેવામાં આવ્યો હતો. આ પહેલાં તેણે આરસીબીની કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી. સ્ટાર સ્પોર્ટ્‌સ સાથેની વાતચીતમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે રવિ શાસ્ત્રી જેવા ખેલાડીઓને સંભાળવાની જરૂર છે. બાયો બબલમાં, તેને મર્યાદિત જગ્યાએ ફરવાની છૂટ છે અને એનાથી તેની રમત પર અસર પડી છે. શાસ્ત્રીના મતે તે બે મહિના, એક મહિનો કે ૧૫ દિવસનો હોય. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં હોય કે પછી. તેને આરામની જરૂર છે, કારણ કે તેની પાસે ૬-૭ વર્ષનું ક્રિકેટ બાકી છે અને તમે નથી ઈચ્છતા કે તે માનસિક રીતે થાકીને એને ગુમાવે. આઇપીએલ ૨૦૨૨ પહેલાં કોહલીએ આરસીબીની કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારે દરેકના મનમાં એક જ આશા હતી કે કેપ્ટનનું પ્રેશર હટ્યા પછી કોહલી આક્રમક રીતે રમશે, પરંતુ હજી સુધીની મેચોમાં કોહલી કઈ પણ કમાલ કરી શક્યો નથી. તેણે ૭ મેચમાં ૧૯.૮૩ની એવરેજથી ૧૧૯ રન જ બનાવ્યા છે.

Previous articleલાખોની કિંમતની બેગ સાથે નોરાનો કિલર સમર લૂક વાયરલ
Next articleનીચા કોટડા ચાંમુડા માતાજીના મંદીરે યજ્ઞ કરાયો