DHFL એનસીડી ઇશ્યૂ ૨૨ મેનાં રોજ ખુલશે

1287

નેશનલ હાઉસિંગ બેંક (“એનએચબી”)માં રજિસ્ટર્ડ ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક હાઉસિંગ ફાઇનાન્સ કંપની દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડએ ૨૨ મે, ૨૦૧૮નાં રોજ ડિબેન્ચરદીઠ રૂ. ૧,૦૦૦ની ફેસ વેલ્યુ ધરાવતો સીક્યોર્ડ રીડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. આ ઇશ્યૂની બેઝ સાઇઝ રૂ. ૩,૦૦૦ કરોડ છે, જે રૂ. ૯,૦૦૦ કરોડ સુધી અને કુલ રૂ. ૧૨,૦૦૦ કરોડ સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ ધરાવે છે, જે ૧૪ મે, ૨૦૧૮ના રોજ ટ્રેન્ચ ૧ પ્રોસ્પેક્ટ્‌સ દ્વારા ઓફર થયો છે, જે બીજી બાબતોની સાથે સાથે ટ્રેન્ચ ૧ ઇશ્યૂની શરતો અને નિયમો ધરાવે છે (“ટ્રેન્ચ ૧ પ્રોસ્પેક્ટસ”). તેનો અભ્યાસ સંયુક્તપણે ૧૪ મે, ૨૦૧૮નાં રોજ શેલ્ફ પ્રોસ્પેક્ટસ સાથે કરવો જોઈએ. તેનું ફાઇલિંગ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મહારાષ્ટ્ર, મુંબઈ, સ્ટોક એક્સચેન્જ અને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં થયું છે. શેલ્ફ પ્રોસ્પેક્ટસ અને આ ટ્રેન્ચ ૧ પ્રોસ્પેક્ટ્‌સ પ્રોસ્પેક્ટ્‌સ (“પ્રોસ્પેક્ટસ”)ધરાવે છે.
કંપનીનાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ (“બોર્ડ”) અથવા એનસીડી પબ્લિક ઇશ્યૂ કમિટી દ્વારા ઇશ્યૂને વહેલા બંધ કરવાનો કે તેને લંબાવવાનાં નિર્ણય લેવાનાં વિકલ્પ સાથે ઇશ્યૂ ૪ જૂન, ૨૦૧૮નાં રોજ બંધ થશે.
રૂ. ૧૫,૦૦૦ કરોડની રકમ માટે ઇશ્યૂ થનાર પ્રસ્તાવિત એનસીડી કેર રેટિંગ્સ લિમિટેડ (“કેર”)નાં ૨૭ એપ્રિલ, ૨૦૧૮નાં પત્ર અનુસાર ‘કેર એએએ સ્ટેબલ’ રેટિંગ ધરાવે છે અને બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (“બ્રિકવર્ક”)નાં ૨૭ એપ્રિલ, ૨૦૧૮નાં પત્ર મુજબ રૂ. ૧૫,૦૦૦ કરોડ સુધીની રકમ માટે બીડબલ્યુઆર ટ્રિપલ એ તરીકે ઉચ્ચારણ કરવામાં આવે છે.
ડીએચએફએલનાં જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હર્ષિલ મહેતાએ કહ્યું હતું કે, “ભારતમાં નાણાકીય અને ધિરાણ ક્ષેત્રમાં સ્પર્ધાત્મક વાતાવરણમાં સતત વધારો થયો છે, જેમાં છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન ડીએચએફએલએ ઊંચી વૃદ્ધિ કરી છે. આ ગાળામાં સમગ્ર ભારતમાં નાણાકીય સર્વસમાવેશકતાની કામગીરીને વેગ મળ્યો છે, જેનાં પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવતાં ડીએચએફએલ માટે આ વર્ષો કામગીરીની દ્રષ્ટિએ પ્રગતિકારક રહ્યાં છે અને વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ નાગરિકોને ઘર આપવાનાં સરકારનાં અભિયાનને સારો વેગ મળ્યો છે. વૃદ્ધિનાં આ મહત્ત્વપૂર્ણ તબક્કામાં ડીએચએફએલનો ત્રીજો પબ્લિક ઇશ્યૂ એનસીડી લોંચ થયો છે, જે કંપનીની વૃદ્ધિકારક યોજનાઓને વેગ આપશે, કારણ કે અમે ઊંચી વૃદ્ધિનાં આગામી તબક્કા તરફ અગ્રેસર છીએ. એનસીડી અમને અમારાં ધિરાણ પોર્ટફોલિયોને વિવિધતાસભર બનાવવાની સુવિધા પણ આપશે.
ડીએચએફએલ પોતાની સાથે સંકળાયેલા તમામ લોકોનું મૂલ્ય-સંવર્ધન કરવાનો હંમેશા પ્રયાસ કરે છે, જેને અનુરૂપ કંપનીએ ફ્લોટર રેટ એનસીડી પ્રસ્તુત કર્યો છે, જે ઓવરનાઇટ મિબોર માટે માપદંડ છે. એનસીડી સાથે સંકળાયેલા મિબોરમાં રોકાણકારોને એફબીઆઇએલ દ્વારા જાહેર થયેલા ઓવરનાઇટ મિબોર રેટ પર આધારિત વ્યાજ મળશે, જે દરરોજ ભેગું થશે અને તેની વાર્ષિક ધોરણે ચુકવણી થશે. અમે વર્ષે ૯.૧૦ ટકા સુધી વ્યાજનાં આકર્ષક દર, પાકતી મુદ્દતે શરૂઆતનાં સબસ્ક્રાઇબર્સને ૧.૦૦ ટકા સુધી વન-ટાઇમ એડિશનલ ઇન્સેન્ટિવ અને વરિષ્ઠ નાગરિકો માટે ૦.૧૦ ટકા વધારે વ્યાજ પણ ઓફર કરીએ છીએ. અમારાં તમામ હિસ્સેદારોનાં ભરોસા અને વાજબી કિંમત ધરાવતા ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા માટેની અમારી સતત પ્રતિબદ્ધતાને પગલે મને ખાતરી છે કે ડીએચએફએલ એક વાર ફરી પોતાની મહત્ત્વાકાંક્ષી વૃદ્ધિ યોજનાઓ પાર પાડવા વધુ એક સફળ એનસીડી ઇશ્યૂ કરશે.”

Previous articleશહેરમાં આવેલ બે દુકાનમાં તસ્કરોએ કસબ અજમાવ્યો
Next articleપીજીવીસીએલ કચેરીનાં ભંગારમાં આગ