ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે સાસુ, સસરા, દિયર અને દેરાણીના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી જઈ પરણિતાએ કેરોસીન છાંટી સળગી જઈ આપઘાત વ્હોરી લેતા મૃતકના પિતાએ ઉમરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા રૂપાબેન કિશનભાઈ દેવીપૂજક ઉ.વ.રરના ત્રણ વર્ષ પૂર્વે થયા હતા. જ્યાં સાસરીયામાં સાસુ લાભુબેન, સસરા કાળુભાઈ, દિયર કિરણભાઈ અને દેરાણી આરતીબેન સામાન્ય બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી જઈ રૂપાબેને કેરોસીન છાંટી પોતાની જાત જલાવી આપઘાત વ્હોરી લેતા મૃતક રૂપાબેનના પિતા છનાભાઈ બચુભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.