રાજ્યના મોટા શહેરોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. વડોદરાની નામાંકિત ફાઈવસ્ટાર અને ફોરસ્ટાર હોટલોમાં પાલિકાના આરોગ્ય વિભાગે ચેકીંગ કર્યું. વડોદરાના અકોટામાં આવેલી તાજવે હોટલમાં ચેકીંગ કરવામાં આવ્યું. આ ચેકીંગમાં ચટણી. રજે સેમ્પલો હાલ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે. જામનગરમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરની ૫ જાણીતી હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ૧૦ કિલો જેટલા અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો.
ભાવનગર
ભાવનગરના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ રેસ્ટોરન્ટમાંથી ફૂડના નમૂના લેવાયા હતા. ભાવનગરની ત્રણ રેસ્ટોરન્ટમાં વપરાતા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા.
વડોદરા
તો આ તરફ વડોદરાની નામાંકિત ફાઈવસ્ટાર અને ફોરસ્ટાર હોટલોમાં પાલિકાના આરોગ્ય વિભાગે ચેકીંગ કર્યું. વડોદરાના અકોટામાં આવેલી તાજવે હોટલમાં ચેકીંગ કરવામાં આવ્યું. આ ચેકીંગમાં ચટણી. રાઈસ અને બગડેલી કેરીઓનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ
અમદાવાદની લક્ઝુરિયસ હોટલોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું. અમદાવાદની મેરિયોટ ઉપરાંત ક્રાઉન પ્લાઝા હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું. ક્રાઉન પ્લાઝા હોટલમાંથી તરબૂચના જ્યુસ સહિતના નમુના લેવામાં આવ્યા હતા.
જામનગર
જામનગરમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરની ૫ જાણીતી હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ૧૦ કિલો જેટલા અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો.
સુરત
સુરત શહેર વિસ્તારમાં પ્રતિષ્ઠિત કહેવાતી ધ ગ્રાન્ડ ભગવતી અને તાજ હોટલમાં આજે સવારે મ્યુનિ.ના ફૂડ વિભાગની ટીમે દરોડા પાડયા હતા. ફુડ વિભાગની ટીમ મોંઘી અને પ્રતિષ્ઠિત કહેવાતી હોટલમાં જઈને સૌથી પહેલા ફુડ બનાવવામાં આવે તે કિચનની ચેકીંગ શરૂ કરી હતી. ફૂડ ડિશમાં વપરાતી ચટણી, શોસ સહિતની સામગ્રીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી હતી.