શહેરના કાળીયાબિડ સ્થિત કેશવ ગેસ એજન્સી દ્વારા મધુર બેકરીને ગેસ સિલિન્ડર સપ્લાય કરવામાં આવે છે જેમાં ૯ ગેસ સિલિન્ડર આપવામાં આવ્યાં હતાં આટલી મોટી માત્રામાં ગેસ સિલિન્ડર નિયમ મુજબ આપી શકાય નહીં આથી આ મુદ્દે તંત્ર દ્વારા ગેસ એજન્સી ધારકને પણ નોટિસ આપવામાં આવશે આ નવ પૈકી ૩ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતાં આ ઘટનામાં ફાયરફાઈટરો એ જીવના જોખમે બેકરીમા પ્રવેશી ૬ ભરેલા સિલિન્ડર બહાર કાઢ્યાં હતાં જો આ સિલિન્ડર પણ આગમાં સપડાયા હોત તો સ્થિતિ અત્યંત ભયાવહ બનવાની સંભાવના બળવત્તર બની હોત.