મધુર બેકરીમા પડેલ ભરેલા ગેસ સિલિન્ડર બહાર કાઢવા માટે બે જવાન જેમાં નિઝામ ખાન બલોચ તથા દિપક ગોહેલ અને ટ્રેઈની જવાન જય આનંદ તથા હેમંત ચૌહાણ એ પોતાના જીવ જોખમમાં મૂકી બેકરીમા પ્રવેશી ગેસ સિલિન્ડરો મહા મહેનતે બહાર કાઢ્યાં હતાં પરંતુ એ રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન આ ચારેય જવાનોને ઝાળ લાગી જતાં દાઝી ગયાં હતાં આથી અન્ય જવાનોએ તત્કાળ સુરક્ષિત સ્થળે ખસેડી આપાત કાલિન સેવા ૧૦૮ ને બોલાવી ચારેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા.