ડિવિઝનલ રેલવે મેનેજરે ભાવનગર ડિવિઝનના ૭ કોમર્શિયલ કર્મચારીઓને ટિકિટ ચેકિંગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા

51

માર્ચ ૨૦૨૨માં ટિકિટ વગર મુસાફરી કરતા ૯૪૬૨ મુસાફરો પાસેથી ૬૧ લાખ વસૂલ્યા
ભાવનગર ડીવીઝનમાં સમગ્ર માસ દરમિયાન ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં ટિકિટ વગર અને નિયમો વિરૂધ્ધ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને રોકવા માટે એપ્રિલ-૨૨ મહિના માટે તારિખ ૧૩/૦૪/૨૦૨૨ ના રોજ આ અભિયાન દરમિયાન એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરીને ટિકિટ વગર અને નિયમો વિરૂધ્ધ ટ્રેનમાં યાત્રા કરવાવાળા ૮૬૪ યાત્રિયોં પાસેથી મંડળે રૂ,૭.૩૦ લાખ વસુલ કર્યા, જે એક દિવસમાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.
માર્ચ ૨૦૨૨ મહિનામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરીને, ટિકિટ વગર અને નિયમો વિરૂધ્ધ ટ્રેનમાં યાત્રા કરવાવાળા ૯૪૬૨ યાત્રિયોં પાસે થી મંડળે રૂ.૬૧.૩૯ લાખ વસુલ કર્યા, જે એક મહિનામાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. ડિવિઝનલ રેલવે મેનેજર, ભાવનગર ડિવિઝન, મનોજ ગોયલે ટિકિટ ચેકિંગ સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની તેમની રેકોર્ડ બ્રેકિંગ કામગીરી બદલ પ્રશંસા કરી અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશુક અહમદ અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલાની ઉપસ્થિતિમાં ટિકિટ ચેકિંગ સ્ટાફ એન.પી.જોષી, વિજય બી.પંડ્યા, આર.એન.ગોહિલ, ચેતન એચ.રાજપુરા, ધર્મેશ બી.પંડ્યા, સી.કે.દેવાણી અને અશોક મુરાણીનું સન્માનપત્ર અને રોકડ રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલે તમામ રેલ્વે મુસાફરોને યોગ્ય ટિકિટ ખરીદીને ગૌરવ સાથે મુસાફરી કરવાની અપીલ કરી છે.

Previous articleઘોઘા ગામ તેમજ તાલુકામાં રેશનના અનાજના જથ્થાની ખરીદી કરવા કાળાબજારીયાઓનો રાફડો ફાટ્યો
Next articleસૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સી.ઈ.ડી અને જીલ્લા ઉદ્યોગકેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે નિકાસના પ્રારંભ અંગે સેમીનાર યોજાયો