ગોહિલવાડમાં કમોસમી છાંટણા સાથે વાદળછાયું વાતાવરણ

47

શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી છાટા પડ્યા, ધૂળની ડમરી સાથે પવન ફૂકાયો
ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ સુધી વાતાવરણમાં પલ્ટા સાથે ૩૦થી ૪૦ કીમી.ની ઝડપે પવન ફૂકાવો અને કમોસમી વરસાદ પડવાની રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે મોટા ભાગના શહેર અને જિલ્લામાં બદલાયેલા વાતાવરણ સાથે વરસાદના હળવા છાટણા પડયા હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ મોડી રાતના તથા સવારે વરસાદના છાટા પડ્યા હતા. ગઈકાલે બપોર બાદ વાદળીયુ વાતાવરણ થવા સાથે ધૂળની ડમરી ઉડાડતો તેજ પવન પણ ફૂકાયો હતો.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી બે દિવસની કમોસમી વરસાદની આગાહીના પ્રથમ દિવસે ગઈકાલે ગોહિલવાડ પંથકમાં બપોર બાદ વાતાવરણ પલટાયુ હતુ. જિલ્લાના મોટા ભાગના ગામોમાં વરસાદના છાટણા પડયા હતા ભાવનગર શહેરમાં પણ સાજે ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂકાયો હતો. અને મોડીરાત્રે તથા વહેલી સવારે વરસાદના છાટા પડયા હતાં અને રસ્તાઓ ભીના થયા હતા.આજે પણ સવારથી સુર્યની સંતાકુકડી વચ્ચે વાદળીયુ વાતાવરણ રહેવા પામ્યું છે.

Previous articleજીજ્ઞેશ મેવાણીની ધરપકડ થતા શહેરમાં દેખાવો
Next articleદિલ્હી કેપિટલ્સે નવ વિકેટે ધમાકેદાર વિજય નોંધાવ્યો