રાણપુર તાલુકાના માલણપુર,હડમતાળા,નાનીવાવડી ગામેથી 7 લાખની વીજચોરી ઝડપાઈ.

83

બોટાદ જીલ્લા પી.જી.વી.સી.એલ.ના વડા આર.જી.ગોવાણી તથા એમ.જે.જીવાણીના માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકા પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી ઈજનેર એચ.કે.ગડારાના નેતૃત્વ હેઠળ બોટાદ,ભાવનગર જીલ્લાની વિવિધ ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાણપુર તાલુકાના માલણપુર,હડમતાળા,નાનીવાવડી ગામે વીજ ચેકીંગ દરમ્યાન 198 વીજ કનેક્શનમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યુ હતુ જેમાથી 33 વીજ કનેક્શનમાં ગેરરીતી સામે આવતા કુલ 7.74 લાખ નો દંડ ફટકારવામાં આવતા વીજચોરો માં ફફડાટ ફેલાઈ ગયો હતો.જ્યારે આ અંગે રાણપુર પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી ઈજનેર એચ.કે.ગડારા એ જણાવ્યુ હતુ કે રાણપુર તાલુકામાં વીજ ગ્રાહકો વીજચોરી કરતા હોય તો સદંતર બંધ કરી દે અન્યથા આવનારા દિવસો માં વધુ વીજ ચેકીંગ હાથ ધરવામાં આવશે અને જે કોઈ વીજચોરી કરતા ઝડપાશે તો કોઈને બક્ષવામાં નહી આવે.
રિપોર્ટર-વિપુલ લુહાર

Previous articleરાણપુરમાં ગઢ માં આવેલ ભવાની માતાજીના મંદીરે નવચંડી યજ્ઞ,રાજોપ્ચાર પુજા તથા ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો..
Next articleરક્તદાન મહાદાન સાથે: તળાજાના પીપરલા ગામે શ્રી ભાગવત સપ્તાહ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો