પીપરલા ગામમાં પાલીવાલ બ્રહ્મ સમાજ આયોજીત ભાગવત્ સપ્તાહ સમુહ લગ્નોત્સવ અને સમુહ યજ્ઞોપવિત તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન તા:-૨૧/૦૪/૨૦૨૨ નેં ગુરુવારે સુખ શાંતિ રૂપ પરિપૂર્ણ થયેલ છે ભાગવત્ સપ્તાહ અને ૨૨૫ બટુકો તેમજ નવ લગ્નોત્સવ જોડાવો નો કાર્યક્રમ જાણેકે પીપરલા ગામ માં ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ ઊભરી આવ્યો હતો પીપરલા નાં ત્રિવેણી સંગમ પ્રસંગે સંતો અને પાષૅદો તેમજ લાલજી મહારાજની પધરામણી થતાં ચાર ચાંદ લાગી ગયા હોય તેમ લાગતું હતું..પીપરલા ગામના આયોજકો દ્વારા પ્રી- પ્લાનિંગ થીં કાયૅ ક્રમ માં કોઈપણ અગવડતા ઉભી થવા દિધી ન હોતી.પીપરલા ગામને ગઢપુર બનાવી દિધું તેવો ભાસ ઉભો થયો હતો.
સ્વયંસેવકો અને હરીભક્તો નો આત્મવિશ્વાસ અનેરો હતો…. નાની નાની બાળાઓ, દિકરી ઓ તેમજ માતાઓ નિ સેવા ઉડીને આંખે વળગે તેવી હતી. જાણેકે પોતાના ધરે પ્રસંગ કરતા હોય તેવો ઉત્સાહ નજરે પડતો હતો…. ટ્રાફીક કન્ટ્રોલ અને વાહન પાર્કિંગ ની સેવા, વરીયાળી સરબત ની સેવા, ચા, પાણી, રસોડા વિભાગ માં નાના અને મોટા આયોજકો અડીખમ ઊભાં પગે સતત મોનીટરીંગ કરવાથી ત્રિવેણી સંગમ જેવાં પ્રોગ્રામ ને સફળ બનાવીયો હતો
ઉપરોક્ત પ્રસંગ ને દિપાવવા માટે નાના, મોટા, હરીભક્તો, પાષૅદો, આયોજકો, તેમજ રાજકીય અને સામાજિક કાર્યકરો તથા સુષુપ્ત કાયૅ કરો, દાતાઓ અને ડાયરેક્ટ અથવા તો ઈનડાયરેકટ મદદ રૂપ થયેલાં સંત્સગી ગણ નો પીપરલા ગામ હ્દય પૂવૅક આભાર વ્યક્ત કરે છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા…