ભાવનગર મુંબઇ વચ્ચે ૫મીથી દૈનિક ફ્લાઇટ

77

દરરોજ સવારે ૯ઃ૫૦ કલાકે મુંબઇની ફલાઈટ મળશે : સ્પાઇસ જેટ દ્વારા સત્તાવાર બુકિંગનો પ્રારંભ કરાયો
સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા આગામી તા.૫મી મેથી ભાવનગર-મુંબઈ માટેની દૈનિક ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે, જે સપ્તાહમાં શનિવાર એક દિવસ નહિ ચાલે. સ્પાઇસ જેટ દ્વારા મુંબઇ માટે એડવાન્સ બૂકિંગનો પ્રારંભ કરાતા હવાઈ યાત્રીઓને રાહત થઈ છે. એર કંપનીએ જાહેર કરેલા શિડયુલ મુજબ તા.૫મી મેથી સવારે ૦૭ઃ૫૫ કલાકે પૂનાથી ઉપડી વિમાન સવારે ૦૯ઃ૦૫ કલાકે ભાવનગર આવી પહોંચશે. ભાવનગરથી મુંબઇ માટે સવારે ૦૯ઃ૫૦એ ઉપડશે અને મુંબઇ ૧૦ઃ૫૫એ પહોંચશે. મુંબઇથી ભાવનગર માટે ૧૩ઃ૦૫એ ઉપડશે અને ૧૪ઃ૧૦એ ભાવનગર પહોંચશે. ભાવનગરથી પૂના માટે ૧૪ઃ૪૫એ ઉપડી અને ૧૬ઃ૦૦એ પૂના પહોંચશે. ભાવનગર-મુંબઇનું શરૂઆતનું ભાડુ ૩૫૬૩ રૂપિયા અને ભાવનગર-પૂનાનું શરૂઆતનું ભાડુ ૩૦૬૯ બૂકિંગ શરૂ થયુ ત્યારે છે, જેમ જેમ ફ્લાઇટનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ ભાડામાં વધારો થતો રહે છે. તેમ જાણવા મળ્યું છે.

Previous articleઘોઘા તાલુકાના માલપર ગામે વિનામૂલ્યે નેત્રનિદાન યજ્ઞ યોજાયો
Next articleભાવનગર જીલ્લાકક્ષા સ્પે.ખેલમહાકુંભ અંતર્ગત દિવ્યાંગ ડેફ ખેલાડીઓની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ