રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત સ્પેશિયલ ખેલમહાકુંભ સ્પર્ધા અંતર્ગત દિવ્યાંગ ડેફ ખેલાડીઓની એથ્લેટિક્સની ૧૦૦મી. અને ૨૦૦મી. દોડની સ્પર્ધા તા.૨૨-૦૪-૨૦૨૨ એ.વી. સ્કૂલ (આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્રિકેટ મેદાન) ક્રેસંટ સર્કલ પાસે, ભાવનગર ખાતે શરૂ કરવામાં આવી હતી. જેમાં ૮૭ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે બધીર મંડળના પ્રમુખશ્રી, મંત્રી અને મંડળના સભ્યો હાજર રહેલ. આ સમગ્ર સ્પર્ધાનું માર્ગશન સીમાબેન ગાંધી, જિલ્લા રમત ગમત અધિકારી, ભાવનગરના નેજા હેઠળ કરવામાં આવેલ.