કોંગો ફીવરને લીધે સિહોર તાલુકાના રામધરી ગામમાં એક મહિલાનું શંકાસ્પદ મોત

88

જિલ્લાના આરોગ્ય તંત્ર અને પશુપાલન તંત્ર દ્વારા આ રોગ વધુ ન ફેલાય તે માટે સતર્કતા અને જનજાગૃતિ : આરોગ્ય તંત્ર દ્વારા ૫૪૦ ઘરનું સર્વેક્ષણ કરી ૨૨૪૩ લોકોની તપાસ કરવામાં આવી, ૬૭૨ પશુઓ, ૮ તાવના દર્દીઓ અને શંકાસ્પદ જણાયેલ દર્દીના ૮ લોહીના નમૂના લેવામાં આવ્યાં : ૧૦ આરોગ્યની ટીમ દ્વારા સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે
ભાવનગર જિલ્લાના રામધરી ગામે કોંગો ફિવરને લીધે શંકાસ્પદ કેસમાં એક મહિલાના થયેલાં મોતને પગલે ભાવનગર જિલ્લામાં ઇતરડીથી થતાં રોગ સામે સતર્કતા અને સાવધાની માટે પશુપાલકોને ઇતરળીનો નાશ કરવાં માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. સિહોર તાલુકાના રામધરી ગામે પુરીબેન વસ્તાભાઈ ગોહીલ, ઉંમર વર્ષઃ ૫૮ ને તાવ માતાની ફરિયાદ થતાં સિહોર ખાતે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ બજરંગદાસ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે સર. ટી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તા. ૨૧ એપ્રિલના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ મહિલાના લોહીના સેમ્પલનું પરીક્ષણ કરતાં શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો જિલ્લા આરોગ્ય તંત્ર અને પશુપાલન તંત્ર દ્વારા સાવધાનીના પગલાં રૂપે રામધરી અને તેની આસપાસના ગામોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે.તાવિયાડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. મનસ્વીનીબેન માલવીયા, તાલુકા વિકાસ અધિકારી, પશુપાલન અધિકારી અને સરપંચશ્રીની તાત્કાલિક બેઠક બોલાવી અને આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર ગામ અને આસપાસમાં સઘન સર્વેલન્સ કરી શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવાં સહિતના પગલા લેવામાં આવી રહ્યાં છે. જેથી કરીને આ રોગનું પ્રરસણ વધુ ન થાય. પશુપાલન વિભાગ દ્વારા પશુઓની ગણતરી અને ઇતરડીના નાશ માટેની દવા આપવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા ૫૪૦ ઘરનું સર્વેક્ષણ કરી ૨૨૪૩ લોકોની તપાસ કરવામાં આવી છે. ૬૭૨ પશુઓ, ૮ તાવના દર્દીઓ અને શંકાસ્પદ જણાયેલ દર્દીના ૮ લોહીના નમૂના લેવામાં આવ્યાં છે. આ માટે ૧૦ આરોગ્યની ટીમ દ્વારા સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારીશ્રી ચાંપરાજભાઈ દ્વારા લોકોને આ રોગને ગંભીરતાથી લેવાં અને તંત્રને સહયોગ આપવાં અને ઝુંબેશ રૂપે આ કાર્ય ઉપાડીને આ રોગથી બચવાં હાકલ કરી છે.

Previous articleપોલીસ અને મ્યુનિ.તંત્રની કનડગત સામે આંબાચોકમાં વેપારીઓના શટર ડાઉન
Next articleનંદાલય હવેલી પર આજથી વલ્લભાખ્યાન કથા સાથે ચાર દિવસ યોજાશે ધર્મોત્સવ