બદલાતા સમયમાં લોકોની ઘટતી જતી વાંચનવૃતિને વિકસાવવા માટે સમગ્ર વિશ્વમાં ૨૩ એપ્રિલના દિવસને “વિશ્વ પુસ્તક દિન” તરીકે ઉજવવામાં આવે છે. પુસ્તકો દ્વારા સારા નાગરિકોનું ઘડતર કરી શકાય છે. મનુષ્યોનો આંતરિક વિકાસ કરવામાં પુસ્તકો મહત્વનો ભાગ ભજવે છે. વિચારશીલ પુસ્તકોના વાંચન થકી જ ઉચ્ચ સામાજીક મૂલ્યો હાંસલ કરી શકાય છે.
વિશ્વ પુસ્તક દિવસની શરૂઆત :
દરવર્ષે ૨૩ એપ્રિલના ’વિશ્વ પુસ્તક દિવસ’ ઉજવવામાં આવે છે. આને વિશ્વ પુસ્તક અને કૉપીરાઈટ દિવસ(World Book and Copyright Day) તરીકે પણ ઉજવવામાં આવે છે.
મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેકસપિયર ૨૩ એપ્રિલે જન્?મ્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન પણ થયું હતું. આથી યુનેસ્કો દ્વારા ૧૯૨૫થી દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવામાં આવે છે.
શેક્સપીયરના આ યોગદાનને જોતા ભારત સરકારે પણ ૨૦૦૧માં આ દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી. આ દિવસ ઉજવવાનો હેતુ માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે, અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની પ્રેરણા મળે તેવો છે.
વિશ્વ પુસ્તકદિવસનો ઉદ્દેશ્ય :
યૂનેસ્કોએ ૨૩ એપ્રિલ, ૧૯૯૫ના રોજ આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. આ દિવસ દ્વારા યૂનેસ્કોનો ઉદ્દેશ્ય હોય છે કે વિશ્વના લોકો વચ્ચે સાક્ષરતાને પ્રોત્સાહન આપવામાં આવે. સાથે જ બધા સુધી શૈક્ષણિક સંસાધનોની પહોંચની ખાતરી કરવાની હોય છે. આમાં ખાસ તો લેખક, પ્રકાશક, શિક્ષક, લાઈબ્રેરિયન, સાર્વજનિક અને પ્રાઈવેટ સંસ્થાઓ, માનવ અધિકારોને પ્રોત્સાહન આપનારા દ્ગર્ય્ં વગેરે સામેલ હોય છે.
પુસ્તકનુ જીવનમાં મહત્વ :
આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે. પુસ્તકોની મૈત્રીમાં પણ સારાનરસાનો ભેદ છે. પુસ્તકો પ્રતિકૂળ સંજોગોમાં આપણા આત્માને સદા જાગૃત રાખી યોગ્ય દોરવણી આપે છે. પુસ્તકો માનવીને ઉત્કૃષ્ટ જીવનજીવવાનું શીખવે છે. સારા પુસ્તકો માનવજીવનનું ઘડતર કરે છે. જ્યારે નરસાં પુસ્તકો જીવનને બરબાદ કરી નાખે છે.
મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “ પુસ્તકનું મૂલ્ય રત્નથીય વિશેષ છે. રત્ન બહારથી ચમક આપે છે જ્યારે પુસ્તક તો અંતઃકરણને અજવાળે છે.” જે વ્યક્તિના ઘરમાં પુસ્તકોનો સંગ્રહ નથી, એ ઘર નથી પણ સ્મશાન છે.સ્વામી વિવેકાનંદ પુસ્તક વિષે કહ્યું છે કે “ પુસ્તકો પ્રત્યેનો સ્નેહ એ ઈશ્વરી રાજ્યમાં પહોચવાનો પરવાનો છે. જે સુખ તમને અનંત સમૃદ્ધિ કે મહેલોમાંથી નહિ મળે શકે તે સુખ ઉત્તમ પુસ્તકોમાંથી મળશે”
ડૉ સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ