જમ્મુ-કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં છ આતંકીનાં મોત, એક જવાન શહીદ

55

જમ્મુ-કાશ્મીરમાં ૯ જવાનોને ઈજા, શહીદી વહોરનારા જવાનનું નામ એસ પટેલ હોવાનું સામે આવ્યું
નવી દિલ્હી, તા.૨૨
જમ્મુ કાશ્મીરના વિભિન્ન વિસ્તારોમાં છેલ્લા અમુક કલાકોમાં ૨ એન્કાઉન્ટર થયા છે જેમાં કુલ ૬ આતંકવાદી માર્યા ગયા છે. આતંકવાદીઓ વિરૂદ્ધના આ ઓપરેશનમાં એક ભારતીય જવાન પણ શહીદ થયા છે. જ્યારે અન્ય ૯ જવાનોને ઈજાઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, ૨ દિવસ બાદ (૨૪ એપ્રિલના રોજ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. સૌથી તાજેતરનો હુમલો સવારે ૪ઃ૧૫ કલાકે જમ્મુના સુંજવાં વિસ્તારમાં ચઢ્ઢા કેમ્પ પાસે થયો હતો. આતંકીઓએ સીઆઈએસએફના ૧૫ જવાનોને ડ્યુટી પર લઈ જઈ રહેલી બસ પર હુમલો કર્યો હતો. જોકે સીઆઈએસએફ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવતા આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ ૫ જવાન ઘાયલ થયા હતા જેમાંથી સીઆઈએસએફના એક એએસઆઈશહીદ થયા હતા. શહીદી વહોરનારા જવાનનું નામ એસ પટેલ હોવાનું સામે આવ્યું છે. ૫૫ વર્ષીય તે જવાન સતના (મધ્ય પ્રદેશ)ના રહેવાસી હતા. ત્યાર બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને સુંજવાં વિસ્તારમાં મૂઠભેડ થઈ હતી. સવારના સમયે ત્યાં ૫ જવાનો ઘાયલ થયા હતા. તે સમયે આતંકવાદીઓએ યુબીજીએલ (ગ્રેનેડ લોન્ચર) વડે ગ્રેનેડ ફેંક્યો હતો. એડીજીપીજમ્મુ મુકેશ સિંહના કહેવા પ્રમાણે આતંકવાદીઓ સંતાયા હોવાની સૂચના બાદ તેમણે રાતના સમયે તે વિસ્તારની ઘેરાબંધી કરી હતી.

Previous articleબ્રિટન સાથે મળીને ભારત વિકાસની દિશામાં આગળ વધશે : મોદી
Next articleસેન્સેક્સમાં ૭૧૪, નિફ્ટીમાં ૨૨૧ પોઈન્ટનો મોટો કડાકો