પત્નીના હત્યારા પતિ અને તેના મિત્રને આજીવન કેદ

79

સરીતા સોસાયટીમા દિવાળીના દિવસે ચકચારી બનાવ બન્યો હતો
ભાવનગર શહેરના સરીતા સોસાયટીમા પતિ-સસરીયાઓના ત્રાસથી કંટાળી પિતૃગૃહે રિસામણે આવેલી પત્ની કમ પ્રેમીકાને તેનાં પતિએ મિત્રોની મદદથી તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી આ કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલતા જજ આર.ટી વચ્છાણીએ બંને હત્યારાઓને આજીવન કેદની સજા સાથે દંડ ફટકાર્યો છે. ગત તા.૪.૧૧,૨૦૨૧ ને દિવાળીના દિવસે શહેરની સરીતા સોસાયટીમા રહેતા પ્રવિણભાઇ નાવડીયાની પુત્રી ચાર્મી વિશાલ વાઘેલાએ લવ મેરેજ કર્યાં હોય પરંતુ પતિ તથા સાસરીયાઓએ ત્રાસ આપતાં સુરત સાસરીએથી પીયર આવી હતી જયાં પતિ વિશાલ ભુપત વાઘેલા તેનો મિત્ર કલ્પેશ ઉર્ફે આપા ડાયા તથા અન્ય એક મિત્ર ચાર્મીના ઘરમાં ઘૂસી ઉગ્ર ઝઘડો કરી વિશાલે ચાર્મીને છરીના આડેધડ ઘા ઝીંકી પોતે પણ શરીર પર છરી હુલાવી આત્મહત્યાની કોશિષ કરી હતી દરમ્યાન ચાર્મી ઉ.વ.૧૯ ને કોઈ તબીબી સારવાર મળે એ પૂર્વે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો જયારે વિશાલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયારે હત્યામા મદદગાર મિત્ર ફરાર થઈ ગયો હતો આ કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ આર.ટી વચ્છાણીની અદાલતમાં ચાલતા જજ વચ્છાણીએ સમગ્ર કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને દસ્તાવેજી પુરાવાઓ મૌખિક જુબાની તથા સરકારી વકીલની ધારદાર દલીલોના અંતે હત્યારા પતિ વિશાલ તથા મદદગાર મિત્ર કલ્પેશને આઈપીસી કલમ ૩૦૨,૪૪૯,૩૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનેગાર ઠેર આજીવન કેદની સજા સાથે બંનેને રૂપિયા ૪૫-૪૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

Previous articleવલ્લભીપુરમાં થયેલી યુવાનની હત્યા કેસમાં એક આરોપીને આજીવન કેદ : ચાર નિર્દોષ
Next articleવરતેજના યુવાન ઉપર હુમલા કેસમાં બે મહિલા સહિત ૩ને બે વર્ષની સજા