શહેરની જુમ્મા મસ્જીદમાં ‘જશ્ને ખત્મે કુઆર્ન’ કાર્યક્રમ યોજાયો

67

ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જીદમાં રમજાન માસના ૧ રોઝાથી ૧૯ રોઝા દરમિયાન રાત્રે તરાવીહની નમાઝમાં કુઆર્ન શરીફ પઢવામાં આવ્યું હતુ. કુઆર્ન શરીફ પુરુ થતા ‘જશ્ને ખત્મે કુરાન શરીફ’નો કાર્યક્રમ યોજાયો હતો, જેમા ભાવનગર શહેરની તમામ મસ્જીદના પેશ ઈમામ સાહેબો, સૈયદ સાદાતો, અને નમાઝી ભાઈઓ તથા મેમણ જમાતના પ્રમુખ, જુમ્મા મસ્જીદના ટ્રસ્ટ્રીઓ તેમજ આગેવાનોએ હાજરી આપી આલીમો, સાદાતોનુ ફુલહારથી સન્માન કરીને હદયો આપ્યો હતો. પ્રોગ્રામના અંતમાં અમીપરા મસ્જીદના પેશ ઈમામ સૈયદ હજરત મોમીનબાપૂએ સામુહિક દુવાઓ કરી હતી જ્યારે જુમ્મા મસ્જીદના પેશ ઈમામ મોલાના સૈયદ શબીરબાપૂએ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા જુમ્મા મસ્જીદના સભ્યોએ સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleવરતેજના યુવાન ઉપર હુમલા કેસમાં બે મહિલા સહિત ૩ને બે વર્ષની સજા
Next articleબોટાદમાં યુવક પર હુમલા કેસમાં ૫ આરોપીને ૧ વર્ષ કેદની સજા