બોટાદના મછલીમાંના ઓટા પાસે રહેતા દિનેશભાઈ હરિભાઈ મેરએ ગત તા.૪.૩.૧૫ના રોજ બોટાદ પોલીસ મથકમાં કનુ દેવાભાઈ ડાંભલા, ભરત ઉર્ફે લાલો દેવાભાઈ ડાંભલા, અશોક ઉર્ફે મુન્ના નાથાભાઈ ડાંભલા, અજય નાથાભાઈ ડાંભલા, દુલા નાથાભાઈ ડાંભલા અને દેવા રાહાભાઈ ડાંભલા સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ રાત્રીના સુમારે વાડીએથી ભેંસો મુકીને પાછા ફરી રહ્યા હતા તે વેળાએ દેવા રાહાભાઈ સાથે બમ્પ બનાવવા બાબતે માથાકુંટ થતા તમામે તેઓને કુંડળી વાળી લાકડીઓ વડે આડેધડ મારમારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે બોટાદ પોલીસે ગુનો દાખલ કરી કોર્ટ સમક્ષ ચાર્ટશીટ કર્યો હતુ. દરમિયાન કેસ ચાલતા સમયે દેવાભાઈ રાહાભાઈ ડાંભલાનું મૃત્યુ નિપજતા તેમની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો હતો. આ અંગેનો કેસ બોટાદ ચિફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટની અદાલતમાં ચાલી જતા ન્યાયમૂર્તીએ લેખીત, મૌખીક પુરાવા અને સરકારી વકિલ એસ.ઝેડ.રાજપુતની દલીલોને ધ્યાને લઈ આરોપી કનુ દેવાભાઈ ડાંભલા, ભરત ઉર્ફે લાલો દેવાભાઈ ડાંભલા, અશોક ઉર્ફે મુન્ના નાથાભાઈ ડાંભલા, અજય નાથાભાઈ ડાંભલા, દુલા નાથાભાઈ ડાંભલાને તકસીરવાન ઠરાવી આઈપી. ૩૨૩ મુજબના ગુનામાં છ માસની સજા અને રૂા. ૫૦૦નો દંડ તેમજ આઈપીસી. ૩૨૪ મુજબના ગુનામાં એક વર્ષની સજા અને એક હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો.