સુરક્ષા માટેના ટ્રીગાર્ડ જ બન્યા વૃક્ષો માટે ગળાનો ગાળીયો !

45

ભાવનગરમાં વૃક્ષ ઉછેર માટે લોક જાગૃતિ અને અનેક સંસ્થા, આગેવાનોની સક્રિયતા ઘણી જ છે. પરિણામે શહેરમાં હજુ વૃક્ષોની હરીયાળી છવાયેલી જોવા મળે છે. વૃક્ષોને સુરક્ષિત રાખવા ટ્રીગાર્ડ લગાવામાં આવે છે પરંતુ વૃક્ષો મોટા થયા બાદ આ ટ્રીગાર્ડ આગળ જતાં વૃક્ષો માટે અવરોધ બને છે.

સમય જતાં વૃક્ષો ઊંચે જવા સાથે કદ વધે છે જયારે ટ્રીગાર્ડનું ચોક્ક્‌સ વર્તુળ ટૂંકું પડે છે અને સ્થિતિ એવી થાય છે કે ટ્રીગાર્ડની ધાર વૃક્ષોમાં બેસી જાય છે. જે વૃક્ષના વિકાસ માટે પણ બાધારૂપ બને છે સાથે કોઈને વાગી જવાનો ભય પણ રહે છે. વર્ષોથી બીબઢાળ પદ્ધતિના કારણે વૃક્ષો મોટા થયા બાદ પણ ટ્રીગાર્ડ દૂર કરી શકતા નથી. આથી જો નવી ટેકનીક વિચારી ટ્રીગાર્ડનું સર્જન કરવામાં આવે તો ટ્રીગાર્ડનો રિયુઝ પણ થઈ શકે. સમય સાથે ઘણું જ નવું થઈ રહ્યું છે ત્યારે ટ્રીગાર્ડની બનાવટમાં નવીનતા એ સમયની માંગ હોવાનું પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે.

Previous articleરત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો : મજુર કાયદા મુજબ એકપણ લાભ નહીં, શોષણ થતું હોવાનો રોષ
Next articleસ્વ.નિલાબેન સોનાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ‘યાત્રાનો આનંદ’ પુસ્તકનુ વિમોચન