મુંબઈ, તા.૨૩
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨માં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે નો-બોલના નિર્ણયને કારણે ઘણો વિવાદ થયો. દિલ્હી કેપિટલ્સે અંતિમ ઓવરમાં ૩૬ રન કરવાના હતા. આ લગભગ અસંભવ લક્ષ્યાંક હતો. દિલ્હીની આશા રોવમેન પૉવેલની બેટિંગ પર ટકેલી હતી. તેણે ઓવરના પ્રથમ ૩ બોલ પર ૩ છગ્ગા ફટકાર્યા. ત્રીજો બોલ એક હાઈ ફુલટોસ હતો પરંતુ ગ્રાઉન્ડ પર અમ્પાયર્સે નિર્ણય લીધો કે તે કમરથી નીચે હતો.ત્યારપછી દિલ્હીની ટીમના સુકાની ઋષભ પંતે જે કર્યું તે જોઈને ક્રિકેટના અનેક જાણકારો પણ ચોંકી ગયા છે. ઋષભ પંતે અમ્પાયર્સના નિર્ણયથી નારાજ થઈને પોતાના બેટ્સમેનને મેદાનથી બહાર જવાનો ઈશારો કર્યો. તેણે કોચ પ્રવીણ આમરેને મેદાન પર મોકલીને પોતાની નારાજગી વ્યક્ત કરી. મેચ આખરે રાજસ્થાન રોયલ્સ ૧૫ રનથી જીતી ગયું પરંતુ પંતના આ વલણની ઘણી ટીકા થઈ રહી છે.ઋષભ પંતના આ વર્તનથી ઈંગ્લેન્ડના પૂર્વ સુકાની કેવિન પીટરસને પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એક સહાયક કોચને મેદાન પર મોકલવાના પંતના નિર્ણયની આકરી ટીકા કરી. તેમણે સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે, આનાથી તેમની એકાગ્રતા ભંગ થઈ હશે. મારા માટે અમ્પાયરના નિર્ણય કરતા વધારે ચિંતાજનક બાબત પંતનો વ્યવહાર હતો. આ ઘટના દિલ્હીના મુખ્ય કોચ રિકી પૉન્ટિંગની ગેરહાજરીમાં થઈ. પોન્ટિંગના પરિવારના એક સભ્ય કોરોના સંક્રમિત હોવાને કારણે તે અત્યારે આઈસોલેશનમાં છે. પીટરસનનું માનવું છે કે, જો રિકી પોન્ટિંગ હોતા તો આવુ ના થતું. પીટરસન જણાવે છે કે, મને નથી લાગતું કે જો રિકી પોન્ટિંગ હોતા તો આવુ કંઈક થતું. મને લાગે છે કે જોસ બટલર ઋષભ પંતને જઈને કહે કે, તમે આ શું કરી રહ્યા છો એ બિલકુલ યોગ્ય થી. શું કોચને મેદાન પર મોકલવા યોગ્ય છે? પીટરસને પ્રવીણ આમરેની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે, આટલા વરિષ્ઠ કોચે મેદાન પર જવું ન જોઈએ. આ એક ભૂલ છે. આ એક મોટી ભૂલ હતી. મને સમજાતુ નથી કે કોચ એક વરિષ્ઠ સાથી હોય છે. ઋષભ પંત એમને અમ્પાયર્સ સાથે વાત કરવા મોકલી રહ્યા છે. હું આશા કરુ છું કે ક્રિકેટના મેદાન પર આવું ફરી ક્યારેય જોવા ન મળે.