બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વાશાંતિના સમર્થક એવાં વિરલ સંત બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજના આ જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર સંસ્થાના ૭૨૦૦૦થી વધારે સ્વયંસેવકોએ ૨૪૦૦૦૦૦ થી પણ વધારે ઘરોમાં જઈને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સૂત્ર એવાં પારિવારિક શાંતિનાં અમૃત ઘૂંટાવ્યા હતા અને તેઓના ઘરમાં પારિવારિક શાંતિ સ્થપાય તે માટે પ્રાર્થના કરી હતી.
તે અનુસંધાને ભાવનગર, અક્ષરવાડી સ્થિત શ્રી Baps સ્વામિનારાયણ મંદિરના આશરે ૧૪૦૦ જેટલાં સ્વયંસેવકોએ અંદાજે ૬૨૪૦૦ ઘરોમાં જઈને ૨૪૯૬૦૦ જેટલાં વ્યક્તિઓને મળીને આ સંદેશો ફેલાવ્યો હતો.
આ સમગ્ર અભિયાનમાં સેવા આપેલ આ તમામ સ્વયંસેવકોનું અભિવાદન કરવાનો કાર્યક્રમ તા.24 એપ્રિલ,રવિવારે અક્ષરવાડી ખાતે રવિસભામાં યોજાય ગયો. આ કાર્યક્રમમાં સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય નારાયણમુની સ્વામી, ભાવનગરનાં કલેક્ટર નિર્ગુડેસાહેબ, પૂર્વમંત્રી વિભાવરીબેન દવે, શહેરના પ્રથમ નાગરિક મેયર એવા કીર્તિબેન અને સમાજનાં અનેક નામાંકિત શ્રેષ્ટિઓ ઉપસ્થિત રહેલ.
અને પ્રમુખસ્વામી મહારાજના આ વચનને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપન માટે પ્રથમ પગલાં સ્વરૂપે પારિવારિક શાંતિ સ્થપાય તેવાં વિચારો સર્વે મહાનુભાવોએ વ્યક્ત કરેલ.આ જ દિવસે સવારે અક્ષરવાડી ખાતે જ શહેરના સમગ્ર પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાનાં મિત્રોનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. આ દરમ્યાન મંદિરના કોઠારી સંત પૂજ્ય શ્રી યોગવિજય સ્વામી અને સાથે પૂજ્ય શ્રી ત્યાગરાજ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ વિશેની માહિતી આપી હતી. અને સમગ્ર મીડિયા પરિવારના મિત્રોને આવકાર્યા હતાં. અંતમાં સૌ મિત્રો પ્રસાદ ગ્રહણ કરીને વિદાય થયા હતાં.