વડીલોને પ્રતિક દરથી કાયમ સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન મળી રહે તેવા શુભ આશયથી આ ભોજનાલય શરૂ કરાયું
ભાવનગરના સમઢિયાળા (મુલાણી) ગામે પટેલ પરિવારનું પ્રેરક અભિયાન ‘અપના ઘર ભોજનાલય’ દ્વારા ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પટેલ પરિવાર દ્વારા આ ભોજનાલયનો શાખપુર શ્રી ખોડિયાર મંદિરના ભરતપુરી ગૌસ્વામીના હસ્તે અને આશીર્વાદ સાથે થયો હતો. અહીં સૌ પરિવારજનો દ્વારા સમૂહ આરતી કરવામાં આવી હતી.
સમઢિયાળાના સરપંચ ઘનશ્યામ મુલાણીના નેતૃત્વ સાથે પટેલ પરિવારના આ રસોડાના પ્રારંભે ધારાસભ્ય ભિખા બારૈયા અને સહકારી અગ્રણી નાગજી પટેલે ઉદબોધનમાં આ પ્રેરક આયોજનને બિરદાવ્યું હતું. ‘અપના ઘર ભોજનાલય’ માટેના વહીવટ કર્તા વ્રજલાલ મુલાણી સાથે ભરત કાનાણી અને નરેશ મુલાણીના સંકલનથી આ પ્રસંગે સૌ સહયોગી કર્મવીરો દાતાઓનું અભિવાદન સન્માન કરાયું હતું. ભોજનાલય પ્રારંભ પ્રસંગે સામાજિક અગ્રણી તબીબ મનસુખ કાનાણીએ પ્રાસંગિક ઉદબોધન કરેલ અને પૂરતા સહયોગની ખાતરી આપી હતી. અહીં તબીબ ઘનશ્યામ બલરનો પણ સહયોગ મળ્યો હતો. પ્રફુલ્લ મુલાણી, રમેશ મુલાણી, શૈલેષ મુલાણી, ઋષિરાજ મુલાણી તથા કાંતિ મુલાણી સાથે બળવંત કાનાણી અને રમેશભાઈ સરધારાના સહઆયોજનથી સમઢિયાળા (મુલાણી) ગામના સ્થાનિક ઉપરાંત ભાવનગર, અમદાવાદ, સુરત કે મુંબઈ સ્થાયી થયેલા પરિવારજનો દ્વારા ઉદાર ફાળો પ્રાપ્ત થયો છે. ધંધા વ્યવસાય માટે બહાર વસતા સંતાનોના અહીં ગામમાં રહેતા વડીલોને પ્રતિક દરથી કાયમ સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન મળી રહે તેવા શુભ આશયથી આ ભોજનાલયનો પ્રારંભ કરાયો છે, જે સમાજ માટે પ્રેરક છે. અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં પટેલ પરિવારના આ પ્રસંગ સાથે ગ્રામવિકાસ માટે મળેલા સહયોગનો પણ ઉલ્લેખ થયો. આ પ્રેરક કાર્યમાં ઘનશ્યામ મુલાણી, અશોક મુલાણી, વિપુલ કાનાણી, કરશન મુલાણી, રોહિત મુલાણી, દિલીપ મુલાણી અને મનસુખ કાનાણી સંકલનમાં રહ્યા છે.
Home Uncategorized ભાવનગરના સમઢિયાળામાં પ્રેરક અભિયાન ‘અપના ઘર ભોજનાલય’નો મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો