કર્ણાટકનાં નવા મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાને રાજ્યવિધાનસભામાં બહુમતી સાબિત કરી શક્યા નહોતા. જો કે તેઓએ રાજીનામું આપતા પહેલા ભાવુક ભાાષણ આપ્યું હતું. ૧૯૯૬માં વાજપેયી સરકાર દ્વારા પણ આ જ પ્રકારે ભાષણ બાદ રાજીનામું આપવામાં આવ્યું હતું. યેદિયુરપ્પાએ રાજીનામું આપતા પહેલા ભાવુક ભાષણ આપીને એક પ્રકારે કર્ણાટકનાં લોકોમાં વિશ્વાસ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે આ સાથે સાથે તેમણે કર્ણાટકની દુખતી નસ લિંગાયતને પણ દબાવી હતી. તેમણે કહ્યું કે, હું લોકોનાં ઘરે ઘરે જઇને કહીશ કે કઇ રીતે કોંગ્રેસ અને જેડીએસએ એક લિંગાયતને મુખ્યમંત્રી બનાવતા અટકાવ્યો.
કર્ણાટકનાં નવા મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાને રાજ્યવિધાનસભામાં બહુમતી સાબિત કરતા પહેલા ભાવુક ભાષણ આપ્યું હતું. યેદિયુરપ્પાએ કહ્યું કે, મારી પાસે પુરતુ સંખ્યા બળ નથી. ચૂંટણી ક્યારે આવશે તે હું નથી જાણતો પાંચ વર્ષ પછી પણ આવી શકે છે અને તેની પહેલા પણ, હું રાજ્યનાં દરેક વિસ્તારમાં જઇશ અને ત્યાં મારી પરિસ્થિતી અંગે જણાવીશ જે સામે બેઠેલા સભ્યો છે તેમાંથી કેટલાક લોકો અમારીમદદ કરવા અંગે વિચારી રહ્યા છે પરંતુ હું રાજ્યની જનતાને આશ્વાસન આપવા માંગુ છું કે જ્યાં સુધી મારા શ્વાસ ચાલશે હું દરેક સ્થળે જઇશ અને જીતીને આવીશ. જો મને બહુમત આપ્યો હોત તો રાજ્યની પરિસ્થિતી બદલી ગઇ હોત, પરંતુ સંખ્યા મારી પાસે નથી જેથી હું બહુમતી સાબિત કરી શકું તેમ નથી. આજે મારી સામે અગ્ની પરિક્ષા છે, આ પહેલી વાર નથી, મે સમગ્ર જીવન અગ્નિપરિક્ષા જ આપી છે. રાજ્યને ઇમાનદાર નેતાઓની જરૂર છે. હું જનસેવામાં જીવન સમર્પિત કરવા માંગુ છું તમામ લોકોને ખુશી સાથે જીવવું જોઇએ, અમારા રાજ્યનાં લોકોની સમસ્યાઓને ઓળખવા મમાટે હું લોકોની સાથે વાત કરી. તમામ લોકોએ ખુશી સાથે જીવન જીવવું જોઇએ, અમારા રાજ્યનાં લોકોની સમસ્યાઓને ઓળખવા માટે મે લોકો સાથે વાતચીત કરી. મે ખેડૂતોનુ દેવું માફ કરવા અંગે વિચાર્યું હતું, ડોઢ લાખ ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા અપાવવા અંગે પણ વિચાર્યું હતુ. આટલા વર્ષો બાદ પણ અમે ખેડૂતો અને ગરીબોનું પેટ નથી ભરી શક્યા. યેદિયુરપ્પાએ કર્ણાટકનાં ૬ કરોડ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.