ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી બપોરે ગરમીનો પારો ૪૦ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે અને લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે તેવા સમયે વિજ કંપની પાવરકાપ આપીને લોકોને વધુ અકળાવી રહી છે.જેના કારણે નગરજનો ત્રાહીમામ પોકારી રહ્યા છે. આગામી તા.૨૭ને બુધવારે ૧૧ કેવી દિવડી ફિડર હેઠળના સરદારનગર ગુરૂકુળ પાછળનો વિસ્તાર, દીવડી ચોક, લોકમિલાપ આજુબાજુનો વિસ્તાર, દિવડી ચોકથી થિયોસોફીકલ લોજ, કેએસએમ, ચંપા સોસાયટીથી તન્ના અગરબત્તી, મોખડાજી સર્કલ, બાંભણીયા પ્લોટ, ડાયમંડ વિસ્તારના સવારના ૬થી બપોરના ૧૨ સુધી વીજકાપ રહેશે. તા.૨૯ને શુક્રવારે ૧૧ કેવી લોકમિલાપ ફિડરના ઘોઘાસર્કલ, વૃદ્ધાશ્રમ, ટી.વી. કેન્દ્રથી મુની ડેરી જતા જમણીબાજુનો વિસ્તાર, આરતી ટેનામેન્ટ, પ્રણવ ફ્લેટ, યોગેશ્વર ફ્લેટ, ગ્રીન પાર્ક, સમન્વય કોમ્પ્લેક્ષ, રામેશ્વર કોમ્પલેક્ષ, સિંધુનગર, લીંબડીયુ ઘોઘાસર્કલ, બી ડીવીઝન, માધવાનંદ એક્સચેન્જ, બી.એમ. કોમર્સ સહિતના વિસ્તારોમાં સવારના ૬થી બપોરના ૧૨ સુધી વીજ પુરવઠો મળશે નહીં.આમ ગરમીના દિવસોમાં વિજ કંપનીના પાવરકાપના ઝટકાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.