કચ્છના દરિયે પાક.થી આવતું ૨૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

49

કચ્છના દરિયે મોટું સર્ચ ઓપરેશન : કરાંચીથી અલહજ નામની બોટ આવતી હતી, જેની તપાસ કરવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે ૯ આરોપીની ધરપકડ કરાઈ છે
ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત છ્‌જી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે મેગા ઓપરશન કરીને ૨૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. પાકિસ્તાનથી આવતી બોટમાંથી ૫૬ કિલો ડ્રગ્ઝ ઝડપાયું છે. કોસ્ટગાર્ડ અને ગુજરાત છ્‌જીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. જેમાં નાપાક પાકિસ્તાનની સૌથી મોટી પોલ ખુલી છે. પાકિસ્તાનથી આવતા ડ્રગ્સના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસે મોટી કાર્યવાહી કરતા ૨૮૦ કરોડ રૂપિયાની કિંમતનું ૫૬ કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે. ભારતીય કોસ્ટગાર્ડની મદદથી ગુજરાત છ્‌જી એ મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કરાંચીથી અલહજ નામની બોટ આવતી હતી, જેની તપાસ કરવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે ૯ આરોપીની ધરપકડ કરાઈ છે. બોટમાં હેરોઇન હોવાની માહિતી મળી હતી. આંતરરાષ્ટ્રીય જળ સીમા કચ્છ પાસેથી ફરી ડ્રગ્સ જપ્ત કરાતા પોલીસ તંત્ર સાબદુ થઈ ગયુ છે. યુવાનોને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ પહેલીવાર નથી કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયુ છે. આ સિવાય કચ્છના દરિયે તથા ગુજરાતના અનેક શહેરોમાં નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સ ઘૂસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
ગુજરાતમાં ક્યારે કેટલુ ડ્રગ્સ ઝડપાયુ
-૨૫ એપ્રિલ ૨૦૨૨, ૨૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
-૨૩ એપ્રિલ ૨૦૨૨, વડોદરામાંથી ૭ લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
-૨૧ એપ્રિલ ૨૦૨૨, કંડલા પોર્ટ પરથી ૨૫૦ કિલો ડ્રગ્સ ઝડપાયું
-૩ માર્ચ ૨૦૨૨, અમદાવાદ એરપોર્ટ પરથી ૬૦ કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
-૧૩ ફેબ્રુઆરી ૨૦૨૨, અરબી સમુદ્રમાંથી ૮૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું
-૧૫ નવેમ્બર ૨૦૨૧, મોરબીમાંથી ૬૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
-૧૦ નવેમ્બર ૨૦૨૧, દ્વારકામાંથી ૬૫ કિલોનું ડ્રગ્સ ઝડપાયું
-૧૦ નવેમ્બર ૨૦૨૧, સુરતમાંથી ૫.૮૫ લાખનું ડ્રગ્સ ઝડપાયું
-૨૪ ઓક્ટોબર ૨૦૨૧, અમદાવાદમાંથી ૨૫ લાખનું ડ્રગ્સ ઝડપાયું
-૧૨ ઓક્ટોબર ૨૦૨૧, બનાસકાંઠામાંથી ૧૧૭ ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
-૧૦ ઓક્ટોબર ૨૦૨૧, સાબરકાંઠાથી ૩૮૪ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ ઝડપાયું
-૨૭ સપ્ટેબર ૨૦૨૧, બનાસકાંઠાથી ૨૬ લાખનું ડ્રગ્સ ઝડપાયું
-૨૪ સપ્ટેબર ૨૦૨૧, સુરતથી ૧૦ લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
-૨૩ સપ્ટેબર ૨૦૨૧, પોરબંદરના દરિયામાંથી ૧૫૦ કરોડનું ડ્રગ્સ જપ્ત
-૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧, કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ૩ હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત

Previous articleમોદી બુધવારે મુખ્યમંત્રીઓ સાથે કોરોના મુદ્દે ચર્ચા કરશે
Next articleપંજાબના અટારી બોર્ડર પરથી ૧૦૨ કિલો હેરોઇન જપ્ત કરાયું