ચિત્રા GIDC ફેક્ટરીમાથી ઝડપાયો રેશનિંગના ઘઉંનો જથ્થો

66

રેશનીંગના ઘઉંનો બારોબાર થતો કારોબાર : અગાઉ પણ કાળા બજારનાં અનાજનો જથ્થો આ ફેકટરીમાથી ઝડપાયો હતો
ભાવનગર શહેરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાથી સસ્તા અનાજની દુકાનોમાથી ગરીબોને રેશનકાર્ડ આધારે વિતરણ કરાતો ઘઉંનો મસમોટો જથ્થો પુરવઠા વિભાગની ટીમે ઝડપી તપાસનો ધમધમાટ આદર્યો છે. સમગ્ર બનાવ અંગે પુરવઠા વિભાગની કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર પુરવઠા વિભાગની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પ્લોટનં-૩૭૦મા સસ્તા અનાજની સરકારી દુકાનો રેશનિંગ શોપમાથી રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતો ઘઉંનો જથ્થો પડ્યો છે.

જે આધારે પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળપર પહોંચી તપાસ હાથ ધરતા આ જથ્થો સરકારે રાહતદરની દુકાનોમાં ફાળવેલ ઘઉંનો જથ્થો જ હોવાનું પુરવાર થતાં ટીમે ૧૫૦ ટનથી વધુ ઘઉંનો જથ્થો જપ્ત કર્યો હતો અને ફેકટરી ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છેકે આ ફેક્ટરી ળમાથી અગાઉ પણ કાળા બજારનાં અનાજનો મોટો જથ્થો ઝડપાયો હતો લોકોમા થતી ચર્ચા મુજબ ફેક્ટરી ધારક દ્વારા રેશનિંગમા વિતરણ થતાં ઘઉં ખરીદી તેનો મેંદો બનાવી એક્સપર્ટ કરવામાં આવે છે હાલમાં તપાસ શરૂ હોય આથી તપાસ પૂર્ણ થયે સમગ્ર કૌભાંડ ઉજાગર થશે તેમ પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. એક તરફ સરકાર દ્વારા ગરીબોને વિનામુલ્યે તેમજ રાહતદરે દર મહીને અનાજ આપવામાં આવે છે જેમાં કેટલાક લોકો આ અનાજ લેતા નથી તો કેટલાક લોકોને રેશનશોપ ધારકો આપતા નથી અને આ અનાજ બારોબાર વેચી દેવામાં આવતો હોવાની તંત્ર સમક્ષ આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને દરોડા પાડવામાં આવતા અનાજનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વિવિધ વિસ્તારમાંથી રેશનના અનાજની કરાય છે ખરીદી
ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને સરકાર દ્વારા દર મહિને સસ્તા દરે ઘઉ, ચોખા સહિત અનાજ આપવામાં આવે છે અને બીપીએલ કાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજ આપવામાં આવે છે. અને લોકો સસ્તા દરે અને મફત મળતુ અનાજ લઈ આવે છે. જેમાં મોટા ભાગના લોકો આ અનાજ વેચી દે છે અને તેમાંથી અન્ય ચીજ વસ્તુઓ ખરીદે છે. આ અનાજ કેટલીક દુકાનો વાળા રાખે છે અને શહેરના પછાત વિસ્તારમાં બાઈક,રીક્ષા કે લારી લઈને અનાજ ખરીદવા કેટલાક લોકો આવે છે. તેને લોકો અનાજ વેચી રોકડી કરી લેતા હોવાનું પણ મનાઇ રહ્યું છે. ત્યારે આવા લોકોને પણ તંત્ર દ્વારા ઝડપી લેવા જોઇએ.

Previous articleમહાપાલિકા કચેરી અનુભવી અધિકારીઓથી ખાલી થવામાં, દર મહિને એક ઈજનેર નિવૃત થશે
Next articleભાવ.-બાંદ્રામાં પ્રથમ એરકન્ડિશન્ડ કોચ હવે કાયમી ધોરણે લાગશે