ભાવ.-બાંદ્રામાં પ્રથમ એરકન્ડિશન્ડ કોચ હવે કાયમી ધોરણે લાગશે

55

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા કાયમી ધોરણે એક ફર્સ્ટ એસી કોચ લગાવવાનો નિર્ણય
ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા ટ્રેનમાં પ્રથમ એરકન્ડિશન્ડ કોચ કાયમી ધોરણે લાગશે.મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનની ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા ટ્રેનોમાં કાયમી ધોરણે એક ફર્સ્‌ટ એસી કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યાનુસાર અત્યાર સુધી આ કોચને પ્રાયોગિક ધોરણે ૬ મહિના માટે હંગામી ધોરણે તૈનાત કરવામાં આવતો હતો, જે હવે કાયમી કરવામાં આવ્યો છે.ટ્રેન નંબર ૧૨૯૭૨ ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટમાં ૦૧મી મે, ૨૦૨૨થી ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી કાયમી ધોરણે એક ફર્સ્‌ટ એસી કોચ રહેશે અને ટ્રેન નંબર ૧૨૯૭૧ બાંદ્રા ટર્મિનસથી બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ માં ૦૪ મે, ૨૦૨૨થી અમલમાં આવશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૯૨૧૭ બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસથી ૦૨ મે, ૨૦૨૨થી અને વેરાવળથી ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસમાં ૦૩ મે, ૨૦૨૨થી એક ફર્સ્‌ટ એસી કોચ હશે.

Previous articleચિત્રા GIDC ફેક્ટરીમાથી ઝડપાયો રેશનિંગના ઘઉંનો જથ્થો
Next articleકોંગ્રેસ દ્વારા વરતેજ નજીક આવેલ રંગોલી રિસોર્ટ ખાતે શિબિરનું આયોજન કરાયું