શહેર કોંગ્રેસે લોકશાહી અને સંવિધાન બચાવોની માંગ સાથે કર્યા મૌન ધરણા

160

વીજળી, મોંઘવારી, પરીક્ષામાં ગેરરીતિ, પેપર લીક કાંડ, સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન : પોલીસે ધારાસભ્ય સહિત આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી
ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા વીજળી, મોંઘવારી, સરકારી પરીક્ષામાં ગેરરીતિ, પેપર લીક કાંડ, સહિતના મુદ્દે કલેક્ટર કચેરી ખાતે મૌન ધરણા કરવામાં આવ્યાં હતા. આ દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગી આગેવાનોએ જણાવ્યું કે,સરકાર પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ દર્શાવવાની પ્રજાના મૂળભૂત અધિકાર ઉપર કાપ મુકવામાં આવ્યો છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરનારા સામે પ્રતિબંધક કાનૂની જોગવાઈઓનો બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ ઉભું થયું છે. સાથે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી ભાજપ સરકારે બ્રિટિશ સરકારની યાદ તાજી કરાવી છે. ત્યારે હરહમેંશની જેમ સત્ય અને પ્રજાની પડખે ઉભા રહેવાની નીતિ અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા જન વિરોધી નિર્ણયોનો વિરોધ કરે છે. આવા સંજોગો માં “લોકશાહી બચાવો” સંવિધાન બચાવોની માંગ સાથે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા મૌન ધરણા પ્રદર્શનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એ ડિવિઝન પોલીસે કૉંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય કનુ બારૈયા, વિરોધપક્ષના નેતા, કોર્પોરેટર તથા તમામ આગેવાન, પૂર્વ કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કોંગ્રેસ, તેમજ વિવિધ સેલના આગેવાનો કાર્યકરોને હાજર રહ્યા હતા.

Previous articleસમઢિયાળા ખાતે પ્રેરક અભિયાન અપના ઘર ભોજનાલયનો પ્રારંભ
Next articleગારિયાધારમા જીજ્ઞેશ મેવાણી મુદ્દે મામલતદારને આવેદનપત્ર