ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુઃખાવો ઉપડતાં બસ ખેતરોમાં ઉતરી ગઇ

969

 

વિસનગરના ઉદલપુરની સીમમાં પસાર થઇ રહેલી મહેસાણા-મુલસણ રૂટની એસટી બસના ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુઃખાવો ઉપડતાં બસ જમણી સાઇડના ખેતરોમાં ઉતરી ગઇ હતી. સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો હતો. બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયેલા ડ્રાઇવરનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે કંડક્ટરના નિવેદનને આધારે નોંધ કરી છે.

મહેસાણા એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર મહેસાણા તાલુકાના દેલોલી ગામના પ્રકાશભાઇ વિઠ્ઠલભાઇ મકવાણા અને ડ્રાઇવર મુલસણના ચાવડા દશરથજી છગુજી ગુરુવારે સાંજે ૭-૨૦ વાગે મહેસાણાથી મુલસણ જવા એસટી બસ (જીજે ૧૮ જે ૮૬૬૧) લઇને નીકળ્યા હતા. રાત્રે ૮-૧૫ વાગે બસ ઉદલપુરથી ધારૂસણા તરફ જઇ રહી હતી, ત્યારે અચાનક જમણી સાઇડમાં ખેંચાઇને બાજુના જુવારના વાવેતરવાળા ખેતરમાં ઉતરી ગઇ હતી. આથી બસમાં સવાર ચાર મુસાફરો અને કંડક્ટર ગભરાઇ ગયા હતા.

Previous articleઉમિયા સમાજ ભવન ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
Next articleગરીબોના અનાજનો ૧૪ લાખનો જથ્થો ત્રણ વાહનો સાથે જપ્ત