પંજાબ કિંગ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે ૧૧ રને વિજય મેળવ્યો

55

મુંબઈ,તા.૨૬
શિખર ધવનની અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ-૧૫માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે ૧૧ રને વિજય મેળવ્યો છે. પંજાબે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૭ રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૬ રન બનાવી શક્યું હતું. પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શિખર ધવને આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ધવને તેની સાથે જ ૬૦૦૦ રન પૂરા કરી લીધા છે. સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં પોતાનો બીજો રન બનાવતાની સાથે જ ધવન આ આંકડાને પાર કરી ગયો અને તેણે ૨૦૦મી મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. શિખર ધવન આઈપીએલમાં ૬૦૦૦ રન પૂરા કરનારો માત્ર બીજો બેટ્‌સમેન છે. કેમ કે તેની પહેલાં માત્ર વિરાટ કોહલી જ આ સિદ્ધિ મેળવી શક્યો છે. વિરાટ કોહલીએ ૨૧૫ મેચમાં ૩૬.૫૮ની એવરેજથી ૬૪૦૨ રન બનાવ્યા છે. તે સિવાય તેના નામે એક જ સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ છે. આઈપીએલ ૨૦૧૬માં વિરાટ કોહલીએ ચાર સદીની મદદથી ૯૭૩ રન બનાવ્યા હતા. તો ધવને અત્યાર સુધી આઈપીએલમાં ૨ સદી અને ૪૬ અર્ધસદી બનાવી છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે ધવને ૫૯ બોલમાં ૮૮ રનની અણનમ ઈનિંગ્સ રમી. જેમાં ૯ ચોક્કા અને ૨ સિક્સ ફટકારી. આ શાનદાર ઈનિંગ્સ દરમિયાન ધવને ચેન્નઈ સામે આઈપીએલ કારકિર્દીમાં ૧૦૦૦ રન પણ પૂરા કરી લીધા. ચેન્નઈ સામે આ પહેલાં કોઈપણ બેટ્‌સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યું નથી. સાથે જ ધવન ૨૦૦મી આઈપીએલ મેચમાં આટલો મોટો સ્કોર બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે. આ પહેલાં રોહિત શર્માએ પોતાની ૨૦૦મી આઈપીએલ મેચમાં ૬૮ રન બનાવ્યા હતા. ચેન્નઈ સામે શાનદાર રમત બતાવીને શિખર ધવને ટી-૨૦ ક્રિકેટમાં પોતાના ૯૦૦૦ રન પૂરા કરી લીધા. ધવનની પહેલાં ભારતીય બેટ્‌સમેનોમાં વિરાટ કોહલી અને શિખર ધવન જ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના નામે ટી-૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન છે.

Previous articleઅભિનેત્રી હરનાઝ કૌર કાઉચ ઉપર બેસીને આપ્યા પોઝ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે