બોટાદ જીલ્લા પોલીસ વડા દ્વારા રાણપુર તાલુકામાં PSI તરીકે કડક અને બાહોશ અધિકારી તરીકે જાણીતા એસ.ડી.રાણા ને મુકવામાં આવતા PSI એસ.ડી.રાણા એ રાણપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા પ્રસંસનીય કામગીરી કરવામાં આવતા રાણપુર શહેર ભાજપ સંગઠનના આગેવાનોએ સ્વાગત કર્યુ હતુ.આગામી દિવસો માં PSI એસ.ડી.રાણા રાણપુરમાં વધુ કડક હાથે કામગીરી કરે તેવી શુભકામના સાથે રાણપુર શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,શહેર મહામંત્રી હરીભાઈ સભાડ,તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા તથા હરેશભાઈ જાંબુકીયા,જગદીશભાઈ દલવાડી,કાંતીલાલ ટોકરાળીયા,અશોકભાઈ બારૈયા,હર્ષ શેઠ સહીત રાણપુર શહેર ભાજપના આગેવાનોએ PSI એસ.ડી.રાણા ને ફુરહાર પહેરાવી સાલ ઓઢાડી સ્વાગત,સન્માન કરવામાં આવ્યુ હતુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર