સુભાષનગરમાં મોડી રાત્રે સગીરની હત્યા, આરોપી પોલીસના હાથવેંતમાં

87

નાણાકીય લેતી-દેતી મામલે કુખ્યાત સોહિલ ઉર્ફે ચનાએ ચિત્રાના સગીરને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેસી નાખ્યો, અન્ય એક યુવાન પણ ગંભીર
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ વર્ષાસોસાયટી પાસે મંગળવારે રાત્રે ચિત્રા વિસ્તારમાં રહેતા એક સગીર તથા તેના મિત્ર સાથે કુખ્યાત શખ્સે પૈસાની લેવડદેવડ મામલે ઝઘડો થતાં ચનાએ સગીર પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો જયારે તેના મિત્રોને પણ આ મારામારીમા ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હત્યા બાદ ફરાર થયેલા આરોપી પોલીસના રડારમા હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતો ઉમેશ ભરત ચૌહાણ ઉ.વ.૧૭ તથા તેનો મિત્ર પૂજન અજય રાઠોડ મંગળવારે રાત્રે સુભાષનગર સ્થિત વર્ષા સોસાયટીમા બાઈક લઈને આવ્યાં હતાં જયાં સોહિલ ઉર્ફે ચનો બારૈયા સાથે નાણાકીય લેવડદેવડ મામલે ઉમેશને બોલાચાલી થતાં સોહિલ ઉર્ફે ચનાએ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ છરી જેવા હથિયાર વડે ઉમેશ પર હુમલો કરતાં તેનો મિત્ર પૂજન ઉમેશને બચાવવા વચ્ચે પડતા તેને પણ છરીના ઘા ઝીંકયા હતાં આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ ઉમેશે સ્થળપર જ દમ તોડ્યો હતો જયારે પૂજનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવને પગલે સ્થળપર તથા હોસ્પિટલમાં લોકોના ટોળેટોળાં એકઠાં થયા આથી બી-ડીવીઝન પોલીસ તથા ડીવાયએસપી સફિન હસન સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ફરાર ચનાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી આ ઘટના અંગે બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઈ સોલંકીને પુછતા તેમણે જણાવ્યું હતું કે આરોપી પોલીસના રડારમા છે અને તપાસ શરૂ છે.

Previous articleરાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત PSI એસ.ડી.રાણાનું ભાજપના આગેવાનોએ સ્વાગત કર્યુ.
Next articleભાવનગર નવા બંદરે દિવાળી સુધીમાં નવી જેટી કાર્યરત થઈ જશે, એક સાથે ત્રણ બાર્જ બર્થ થશે