ભાવનગર જિલ્લા પોલીસ વડા ડો.રવીન્દ્ર પટેલ દ્વારા સિહોર ખાતે લોકદરબાર યોજ્યો હતો આ લોકદરબારમાં સિહોર ભાજપા પ્રમુખ ડી.સી.રાણા, નગરપાલિકા પ્રમુખ વી.ડી.નકુમ, કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,વિપક્ષનેતા કિરણભાઈ ઘેલડા, કોર્પોરેટરો, મુસ્લિમ અગ્રણીઓ સહિત સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ યુવા યુગ પરિવર્તન સંગઠનના મલયભાઈ, રવિભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં આ મિટિંગમાં શહેરમાં સી.સી ટી વી કેમેરા લગાવવા, ટ્રાફિક પ્રશ્નો,વર્ષ દરમિયાન આવતા તહેવારો શાંતિથી ઉજવવા સહિત ચર્ચાઓ કરવામાં આવી હતી.