સર્વાગી વિકાસની તાલીમ આપી એક ઉત્તમ નાગરીકનુ ધડતર આ પ્રવૃત્તિ દ્વારા કરાઈ રહ્યુ છે
ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંધ વિદ્યાધીશ ખાતે સ્કાઉટ ગાઈડની દીક્ષા વીધી યોજાઈ હતી. જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ સાથે જોડાયેલા વિદ્યાધીશ વિદ્યાસંકુલના “ચંદ્રશેખર આઝાદ સ્કાઉટ ટ્રુપ” તેમજ રાણી લક્ષમીબાઈ ગાઈડ કંપનીના સ્કાઉટ ગાઈડ બાળકોનો દીક્ષા વીધી કાર્યક્રમ સંસ્થાના ચેરમેન ભાવનાબેન સુતરીયા, જિલ્લા ગાઈડ કમિશ્નર દર્શનાબેન ભટ્ટ, વિઠ્ઠલ સવાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
શિસ્ત, સેવા, સાહસ અને ચારિત્ર ધડતરના પાઠો સાથે સર્વાગી વિકાસની તાલીમ આપી એક ઉત્તમ નાગરીકનુ ધડતર આ પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ત્યારે શાળામાં નવા જોડાયેલા સ્કાઉટને શાળાના સ્કાઉટ શિક્ષક અજય ભટ્ટ દ્વારા તેમજ ગાઈડને દર્શનાબેન ભટ્ટ દ્વારા પ્રવેશની દીક્ષા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના તમામ વીભાગના વીભાગીય વડાઓ વાલી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પારસ ઉલ્વા, કેતન પટેલ તથા સિનીયર સ્કાઉટ ગાઈડ દ્વારા જહેમત ઉઠાવી હતી.