મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં ધસારો ઘટાડવા નિર્ણય લેવાયો
પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં ધસારો ઘટાડવા ભાવનગર ડિવિઝનની ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા ટ્રેનોમાં અસ્થાયી ધોરણે એક વધારાનો સ્લીપર કોચ લગાડવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટમાં ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 01 મે, 2022થી 31 મે, 2022 સુધી અને ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટમાં બાંદ્રા ટર્મિનસથી 04 મે, 2022થી 03 જૂન, 2022 સુધી, એક વધારાનો સ્લીપર કોચ હંગામી ધોરણે લગાડવવામાં આવશે.
આવીજ રીતે, ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસથી 02 મે, 2022થી 01 જૂન, 2022 સુધી અને ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસમાં વેરાવળથી 03 મે, 2022થી 02 જૂન, 2022 સુધી એક વધારાનો સ્લીપર કોચ હંગામી ધોરણે લગાડવવામાં આવશે.